ભરૂચ અંકલેશ્વરના સામાજિક, ઔદ્યોગિક ક્ષેત્રના આગેવાન અને વરિષ્ઠ પત્રકાર હરીશ જોષીની ભારત સરકારની એપોઇન્ટમેન્ટ કમિટી ઓફ કેબિનેટ ની મંજૂરી ની મહોર મારતા કેન્દ્ર સરકારના ના પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ મંત્રાલય અંતર્ગત આવેલ બાલ્મર લોરી એન્ડ કંપની લિમિટેડ ના સ્વતંત્ર નિર્દેશક , ઈન્ડીપેન્ડન્ટ ડિરેકટર તરીકે નિમણૂક કરી છે. બાલ્મર લોરી એન્ડ કંપની , જેનો 158 વર્ષથી વધુનો ઇતિહાસ છે, જે ઔદ્યોગિક પેકેજિંગ, ગ્રીસ અને લુબ્રિકન્ટ્સ, રસાયણો, ટુરીઝમ અને વેકેશન, લોજિસ્ટિક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત છે. રૂ. 2400 કરોડ નું ટર્નઓવર ધરાવતી આ કંપની મા 1200 કરતા વધુ કર્મચારીઓ છે.

કેન્દ્ર સરકારે વર્ષ 2021 મા તેઓને એન્જિનિયરસ ઇન્ડિયા ના ડિરેક્ટર તરીકે ત્રણ વર્ષ માટે નિયુક્ત કર્યા હતા તેમની નિષ્ઠાપૂર્વક ની કામગીરીની નોંધ લઇ તેમને પુનઃ મહત્વ ના હોદ્દા ઉપર નિયુક્ત કરતા અંકલેશ્વર ભરૂચમાં આનંદની લાગણી પ્રસરી છે. મેનેજમેન્ટ સલાહકાર, ઉદ્યોગપતિ, પત્રકાર અને ભરૂચ - અંકલેશ્વરના સામાજિક સ્વપ્નદ્રષ્ટા હરીશ જોશી વિજ્ઞાન ની સ્નાતક ડીગ્રી અને માસ કમ્યુનિકેશન અને જર્નાલિઝમ માં અનુસ્નાતક ડીગ્રી ધરાવે છે. ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશનના પૂર્વ પ્રમુખ છે અને વિલાયત જીઆઇડીસી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, ભરૂચ સીટીઝન કાઉન્સિલ, ભારતીય વિચાર મંચ, રોટરી ક્લબ, રામકુંડ , અંકલેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટ, ક્ષિપ્ર ગણેશ ટ્રસ્ટ અને અન્ય સામાજિક સંસ્થાઓ સાથે પણ સંકળાયેલા છે. વ્યવસાયિક રીતે, તેઓ ગુજરાતના અનેક અગ્રણી કોર્પોરેટ ગૃહોના મેનેજમેન્ટ સલાહકાર અને બ્રોડકાસ્ટિંગ મિડિયા કંપનીના ડિરેક્ટર છે. એક પત્રકાર તરીકે તેમણે અનેક ગુજરાતી , અંગ્રેજી અખબારોમાં વર્ષ 1985 થી સેવાઓ આપી છે.