Home / News / News-1188

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે દહેજમાં ગુજરાત સરકારના સાહસ GACLના દેશના સૌથી મોટા ક્લોરોટોલ્યુન પ્લાન્ટનું વર્ચ્યુઅલ લોકાર્પણ


Views: 26
  • Mar 30, 2025
  • Updated 05:15:17am IST
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે દહેજમાં ગુજરાત સરકારના સાહસ GACLના દેશના સૌથી મોટા ક્લોરોટોલ્યુન પ્લાન્ટનું વર્ચ્યુઅલ લોકાર્પણ
ભરૂચ – શનિવાર - મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડના દહેજમાં સ્થપાયેલા દેશના સૌથી મોટા ક્લોરોટોલ્યુન પ્લાન્ટનું દહેજમાં GACLના સ્થાપના દિવસે વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું.
ગુજરાત સરકારના આ સાહસ દ્વારા ક્લોરિનનો ઉપયોગ કરીને બેન્ઝાઈલ ક્લોરાઇડ, બેન્ઝાઈલ આલ્કોહોલ અને બેન્ઝાલડિહાઇડ જેવા મૂલ્ય વર્ધિત ક્લોરિન આધારિત ઉત્પાદનો આ નવા પ્લાન્ટમાં કરાશે.
મુખ્યમંત્રીશ્રીએ લોકાર્પણ કરેલો આ નવ સ્થાપિત પ્લાન્ટ રૂ.૩૫૦ કરોડના ખર્ચે તૈયાર થયો છે. એટલું જ નહીં, વાર્ષિક ૩૦ હજાર ટનની ક્ષમતા સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ મળીને અંદાજે ૧ હજાર જેટલી રોજગારીનું સર્જન પણ કરશે.
GACLનો આ નવો ક્લોરોટોલ્યુન પ્લાન્ટ યુરોપ, અમેરિકા અને દક્ષિણ એશિયામાં આ કેમિકલના એક્સપોર્ટ દ્વારા અંદાજે રૂ.૧૩૦ કરોડનું વિદેશી હૂંડિયામણ રળી આપશે.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે દહેજમાં ગુજરાત સરકારના સાહસ GACLના દેશના સૌથી મોટા ક્લોરોટોલ્યુન પ્લાન્ટનું વર્ચ્યુઅલ લોકાર્પણ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે GACLના સ્થાપના દિવસ અવસરે કાર્યરત થઈ રહેલા આ નવા પ્લાન્ટ માટે અને GACLની ૫૦ વર્ષની પ્રગતિમય સફળતા માટે GACL પરિવારને અભિનંદન પાઠવીને પ્રસંશા કરી હતી.
GACLના કાર્યકારી વહીવટી સંચાલક અને મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રીમતી અવંતિકા સિંઘે મુખ્યમંત્રીશ્રીને આ અંગે વધુ વિગતો આપતાં કહ્યું કે, રાજ્ય સરકારનું સાહસ GACL ૧૯૭૩થી કાર્યરત છે અને દહેજમાં બે તથા વડોદરામાં એક મળીને કુલ ત્રણ ઉત્પાદન એકમોમાં કોસ્ટિક સોડા સહિત ૩૫થી વધુ ઉત્પાદનો કરે છે.
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity