તારીખ 27 મી માર્ચે ઝઘડીયા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ એસ્કે આયોડીન કંપની દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન શિબીર કુમારપાળ બ્લડ બેન્ક અંકલેશ્વરના સહયોગથી યોજવામાં આવ્યો હતો. જેમાં કંપનીના કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને રક્તદાન કર્યું હતું. જેમાં 51 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું.

આ શિબીરનું સુચારુ આયોજન સુનિલ શારદા, એચ. સૈની, કેતન ઝવેરી દ્વારા કરવામાં આવ્યું હતું.જેમની મહેનત અને સંકલિત પ્રયાસોથી શિબીર સફળતાપૂર્વક પૂર્ણ થઇ. એસ્કે આયોડીન સમાજ પ્રત્યેની જવાબદારી અને કર્મચારીઓની સક્રિય ભાગીદારી માટે હંમેશા વચનબદ્ધ છે. કંપની દ્વારા સતત સમાજ ઉપયોગી કર્યો થતા રહે છે.