તારીખ 14 મી માર્ચે અંકલેશ્વર એસ્ટેટ નજીક આવેલ સારંગપુર ગામે અંકલેશ્વર એન્વાયરમેન્ટ પ્રિઝર્વેશન સોસાયટી (AEPS) દ્વારા કોહિઝોન લાઈફ સાયન્સ ના સહયોગથી ગ્રામ્ય આપત્તિ વ્યવસ્થાપન યોજના જાગરૂકતા કાર્યક્રમ -2025 અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગામલોકોએ અને શાળાના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.
ગ્રામ્ય વિસ્તારમાં આવતી કુદરતી આફતો જેવી કે પૂર, ધરતીકંપ, વાવાઝોડા વખતે તેમજ માનવ સર્જિત આફતો યુદ્ધ, કેમિકલ કંપનીમાંથી ગેસ લીકેજ સમયે લોકોએ કેવી આગોતરી તૈયારી રાખવી જોઈએ. તેમજ અફાટ આવ્યા પછી શું કરવું જોઈએ તે વિષે પણ માહિતી આપવામાં આવી હતી.
AEPS ના ડિઝાસ્ટર પ્રીવેન્શન મેનેજમેન્ટ સેન્ટર તેમજ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ અસોસિએશન દ્વારા કોહિઝોન લાઈફ સાયન્સ ના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સારંગપુર, જીતાલી અને દઢાલ ગામને આવરી લેવાયા હતા. ગામલોકોને જાગૃતિ માટે પુસ્તિકાનું વિતરણ કરાયું હતું.

આ કાર્યક્રમમાં AEPS ના વિજય આસર, પ્રિતેશ પટેલ, મનોજ કોટડીયા,એન.ડી. રાવલ, કોહિઝોન લાઈફ સાયન્સના દેશરાજ બંસલ, EHS હેડ પવનકુમાર ઝા, સારંગપુર ગામના સરપંચ, તલાટી, ગ્રામજનો અને સ્કૂલના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.