અંકલેશ્વર અને ઝઘડીયાની નર્મદા ક્લીન ટેક (NCT) ને હંગામી ધોરણે છ માસ માટે 1000 COD ના ડિસ્ચાર્જની મંજૂરી GPCB દ્વારા મળતા અંકલેશ્વર, પાનોલી અને ઝઘડીયાના ઉદ્યોગોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે.
નર્મદા ક્લીન ટેક (NCT) માંથી કંટીયાજાળ ખાતે ઊંડા દરિયામાં પાઈપલાઈન મારફતે ટ્રીટેડ એફ્લુઅન્ટ છોડવાના નોર્મ્સ જે અત્યારસુધી 500 સીઓડી હતા તેમાં વધારો કરીને 1000 સીઓડી કરવામાં આવ્યા છે. આ સીઓડી વધવાને લઈને દરિયાઈ જીવસૃષ્ટિ પર શું ફેરફાર થાય છે તેનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવશે.
જેના અનુસંધાને નર્મદા ક્લીન ટેક (NCT) અંકલેશ્વર અને ઝઘડીયાના FETP ના ઇનલેટ એફ્લુઅન્ટના નોર્મ્સ 2000 સીઓડી અને 500 બીઓડી ના રાખવામાં આવ્યા છે. જેથી અંકલેશ્વરના ઉદ્યોગો અને ETL ને તેમજ પાનોલીના ઉદ્યોગોને અને PETL ને આ નોર્મ્સનું પાલન કરવા જણાવાયું છે. તેમજ ઝઘડીયાના ઉદ્યોગોને પણ ઉપરના નોર્મ્સનું પાલન કરવા જણાવાયું છે.
આ નોર્મ્સનું પાલન કરાવવાની જવાબદારી NCT ને આપવામાં આવી છે.

આ કાર્યની સફળતા માટે અંકલેશ્વર, પાનોલી, ઝઘડીયા એસોસીએસન તેમજ જીડીએમએ, અને ડીએમઆઇએ ના સંયુક્ત પ્રયાસોનું પરિણામ છે.
અગાઉ સીપીસીબી દ્વારા સ્વીકૃતિ મળતા માન્ય લેબોરેટરીઓ દ્વારા તેનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. તેના પરિણામ સંતોષકારક મળતા આગળની કાર્યવાહીના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ઉદ્યોગોને મળેલી આ હંગામી છૂટને કાયમી છૂટમાં પરિવર્તિત કરવા માટે ઉદ્યોગોએ ઉત્સાહની સાથે સંયમ બતાવવો પણ જરૂરી બની જાય છે.
ઉદ્યોગોને હંગામી ધોરણે એનસીટીના ઇનલેટમાં ર૦૦૦સીઓડી નોમ્સ”નુું એલુઅન્ટ છોડવાની મંજૂરી