અંકલેશ્વર એસ્ટેટમાં આવેલ એલીવસ લાઈફ સાયન્સ (પહેલા ગ્લેનમાર્ક તરીકે હતી) દ્વારા કોર્પોરેટ સોશિઅલ રિસ્પોન્સિબિલિટી (CSR ) પ્રવૃત્તિના ભાગ રૂપે કાપોદ્રા ગામના બસ સ્ટેન્ડ પાસે મિયાવાકી ફોરેસ્ટ પધ્ધતિથી 25000 જેટલા વૃક્ષોના છોડનું વૃક્ષારોપણ કરી પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રોજેક્ટમાં ગ્રો બિલીયન ટ્રી સંસ્થાને તેના ઉછેરની જવાબદારી લીધી છે.

જીપીસીબીના પ્રાદેશિક અધિકારી વિજય રાખોલીયાએ તેમના વ્યક્તવ્યમાં વૃક્ષોની સારી રીતે માવજત કરવાની સલાહ આપી હતી. તેમજ જે વૃક્ષો આર્યુવેદિક દવામાં વપરાતા હોય તેમના નામ અને તે ક્યા રોગમાં દવા તરીકે વપરાય છે તેની માહિતી આપતા બોર્ડ લગાવવા સૂચન કર્યું હતું. જેથી લોકો તેનો ઉપયોગ કરી શકે. આ વિસ્તારમાં પર્યાવરણ જાણવણીમાં આ વૃક્ષો સહાયક નિવડશે તેમ જણાવ્યું હતું.
એલીવસ લાઈફ સાયન્સના એચ.આર . ડિપાર્ટમેન્ટના પ્રવિણ ઠાકુરે જણાવ્યું હતું કે અમે સમાજને મિયાવાકી ફોરેસ્ટ પધ્ધતિથી ઉછેરીને 25000 વૃક્ષો આપવા જઈ રહ્યા છીએ. જે સ્વચ્છ વાતાવરણ અને સ્વસ્છ હવા આપશે.
આવી માહિતી આપવામાં આવી હતી કે આ જંગલ વિક્સાવવાથી ઓક્સિજન પાર્ક બનશે. વૃક્ષો કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરી ઓક્સિજન આપે છે. જે વાતાવરણ શુદ્ધ કરવામાં મદદરૂપ થશે. આવા વૃક્ષો પણ ઉગાડવામાં આવશે જે આર્યુવેદ માટે ઉપયોગી હોય. તેમજ બટરફ્લાય ગાર્ડન પરાગ સંચારક અને કુદરતી સૌંદર્ય લાવશે.
આ કાર્યક્રમમાં જીપીસીબીના પ્રાદેશિક અધિકારી વિજય રાખોલીયા, કલેક્ટર કચેરીમાંથી સીએસઆર વિભાગના અલ્કેશ ચૌહાણ , ગ્રો બિલિયોન ટ્રી ના કો. ફાઉન્ડર સત્યેન્દ્ર કુમાર, સીઈઓ નિધિ સિંઘ, એલીવસ લાઈફ સાયન્સના એચ.આર . ડિપાર્ટમેન્ટના પ્રવિણ ઠાકુર, વિજય વઘાસીયા તેમજ અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.