અંકલેશ્વર ખાતે 16 મી માર્ચે નવજીવન ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની જીઆઇડીસી ખાતેની સ્વામી વિવેકાનંદ પ્રભાત શાખાનો વાર્ષિકોત્સવ યોજાઈ ગયો. જેમાં મોટી સંખ્યામાં કાર્યકરોએ ભાગ લીધો હતો. તેમજ સંઘના કાર્યો અને ભવિષ્યના ધ્યેયો વિષે માહિતી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે બળદેવભાઈ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા. જયારે મુખ્ય વક્તા તરીકે પોતાનું વ્યક્તવ્ય આપ્યું હતું. જેમાં રાષ્ટીય સ્વયં સેવક સંઘની સ્થાપના અને તેના ઉદેશો વિષે માહિતી આપી હતી.

રાષ્ટ્રિય સ્વયં સેવક સંઘની નવજીવન ગ્રાઉન્ડ ખાતે છેલ્લા 30 વર્ષથી નિયમિત ધીરાને સવારે શાખા ચાલે છે. 1925 થી શરુ થયેલ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ આ વર્ષે 100 માં વર્ષમાં પ્રવેશ્યો છે.
તેના આગામી ધ્યેયોમાં દરેક વ્યક્તિ નાતજાતના ભેદ મિટાવવા, કુટુંબ વ્યવસ્થા મજબૂત કરવી, બાળકોને ઉચ્ચ સંસ્કાર આપવા, દરેકે વિશાલ સાપેક્ષમાં નાગરિક કર્તવ્યનું પાલન કરવું, પર્યાવરણ સંરક્ષણ કરવું નો સમાવેશ કરવામાં આવ્યો છે.