જીઆઈડીસીના વીસીએમડી સાથે AIA ના હોદેદારોની એસ્ટેટના પ્રશ્નો અને ચાલતા પ્રોજેક્ટો વિષે વિચારવિમર્શ બેઠક યોજાઈ
તારીખ ૧૧ મી માર્ચે જીઆઈડીસીના વીસીએમડી સાથે અંકલેશ્વર ઈન્ડસ્ટીઝ એસોસીએસનના હોદેદારોની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એસ્ટેટના પ્રશ્નો, એસ્ટેટમાં ચાલી રહેલા પ્રોજેક્ટ અને ભાવિ પ્રોજેક્ટ વિશે ચર્ચા થઇ હતી. જેનો હકારાત્મક પ્રતિભાવ મળ્યો હતો.
ભરૂચના જીએનએફસી ના ગેસ્ટહાઉસ ખાતે મંગળવારે જીઆઈડીસીના વીસીએમડી પ્રવીણા ડી.કે. ની અધ્યક્ષતામાં અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસીએસનના હોદેદારો અને જીઆઈડીસીના અધિકારીઓની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં એસ્ટેટમાં ચાલી રહેલ પ્રોજેક્ટો વિષે ચર્ચા કરાઈ હતી. જેમાં અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ, અન્ડર ગ્રાઉન્ડ કેબલીંગ, બુસ્ટર પંપીંગ સ્ટેશન, ટ્રાન્સપોર્ટનગર, લો કોસ્ટ કિચન જેવા પ્રોજેક્ટ ચાલે છે. તેને નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરવા પાર ભાર આપવામાં આવ્યો. આ પ્રોજેકટોનું લોકાર્પણ આગામી એઆઇએ એક્સ્પો જે ૧૭ થી ૧૯ એપ્રિલ દરમ્યાન યોજવાનો છે તેમાં લોકાર્પણ કરવાનું આયોજન છે.
ઇન્ડસ્ટ્રીઝના સૂએઝના પાણી બાબતે એનજીટી વારંવાર ફટકાર કરે છે. તેથી ઇન્ડસ્ટ્રીઝના સૂએઝના પાણી માટે અલગ લાઈન નાખીને તેને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં લઇ જઈને ત્યાં ટ્રીટ કરીને તેનો ઈન્ડસ્ટ્રીઝમાં રીયુઝ કરવાના પ્લાન્ટના આયોજન બાબતે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ જમણા કાંઠા ઉકાઈ કેનાલ અને બાકી કરવાના પ્રોજેક્ટ બાબતે જલ્દી કરવા ચર્ચા થઈ. જીઆઈડીસીના વીસીએમડી પ્રવીણા ડી.કે. એ બધા જ પ્રોજેક્ટ જલ્દી આગળ વધારવાની હૈયાધારણા આપી હતી.
આ મિટીંગમાં એઆઇએ પ્રમુખ હિંમત શેલડીયા, પૂર્વ પ્રમુખ એન.કે. નાવડીયા, ડો. મહેશ પટેલ, રમેશ ગાબાણી, નટુભાઈ પટેલ, નોટીફાઈડ બોર્ડ ચેરમેન અમુલખભાઈ પટેલ, જીતેન્દ્ર પટેલ તેમજ જીઆઈડીસીના સી.ઈ. આર .ડી. ભગોરા, નિયામક નોટીફાઈડ એરિયા બી.સી. વારલી, એસ.ઈ પાર્થ સુથાર , ડીવીઝનલ મેનેજર મારું સાહેબ, આર.એમ. ચિંતન મહેતા, ઈ.ઈ. દાસ, નોટીફાઈડ ચીફ ઓફિસર ચિંતન પટેલ ઉપસ્થિત રહયા હતા.