દહેજ સેઝમાં આવેલી નિયોજન કેમીકલ કંપનીમાં લાગેલી આગમાં કોઈ જાનહાની ન થતા સૌએ રાહતનોદમ લીધો હતો. જો કે સમગ્ર પ્લાન્ટ બાળીને ખાક થઇ ગયો હતો.
દહેજ સેઝમાં કાર્યરત નિયોજન કેમિકલ પ્લાન્ટમાં તારીખ 5 મી માર્ચે વહેલી સવારે 12 થી 12:30 ની વચ્ચે આગ લાગી હતી. અંગે જોતજોતામાં વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું. આગમાં સમગ્ર પ્લાન્ટ, સ્ટોરેજ ટેંક અને સ્ટોરેજ યાર્ડ બળીને ભસ્મીભૂત થઇગયા હતા. દહેજ વિસ્તારના 16 જેટલા ફાયર ફાઇટરો પાણી અને ફોર્મનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. ઇન્ડસ્ટ્રીઅલ ફાયર અને સેફટી ડીપાર્ટમેન્ટ અને ગુજરાત જીપીસીબી ભટનાની તાપસ કરી રહી છે.
કંપનીએ પ્રેસ નોટ દ્વારા જણાવ્યું છે કે આ ઘટનાને અમારી કંપનીની સલામતી અને સુરક્ષા અંગેની પ્રતિબદ્ધતા અને સિસ્ટમ આધારિત અભિગમને કારણે આ પડકારજનક પરિસ્થિતિને સમયસર નિયંત્રિત કરી શકાઈ છે.
કંપનીની સુરક્ષા અને પર્યાવરણ ની ટીમે ખૂબ જ ઝડપથી પ્રતિસાદ આપ્યો અને તેમની દેખરેખ ટીમ અને પ્રશિક્ષિત અગ્નિશામકો અને પર્યાપ્ત અગ્નિશામક ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ઉચિત ઊપયોગને કારણે કોઈ જાનહાનિ કે ઈજાની એકપણ ઘટના થઈ નથી. ભરૂચ વહીવટીતંત્ર, ફેક્ટરી નિરીક્ષક, મરીન પોલીસ, નજીકના ઉદ્યોગો અને આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર અને દહેજ SEZ-2 વહીવટીતંત્ર તરફથી તાત્કાલિક સહાય અને પ્રતિસાદ મળ્યો જેથી ફાયર ટેન્ડરો સમયસર આગ પર નિયંત્રણ કરી શક્યા. કંપની કર્મચારીઓ અને તંત્રનાં સામૂહિક પ્રયાસોને લીધે, આગ લગભગ પાંચ કલાકમાં કાબૂમાં આવી ગઈ હતી.
આગનું કારણ અને નુકસાનનું આંકલન માટે સંપૂર્ણ તપાસ કરવા અને ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા માટે તાત્કાલિક સુધારાત્મક પગલાં લેવા માટે કંપની પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું હતું.