અંકલેશ્વર ખાતે યોજોયેલ સેમિનારમાં ભરૂચના જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લાની દરેક ઈન્ડસ્ટ્રીઝમાં 31 માર્ચ સુધીમાં હેલ્મેટ ફરજીયાત કરવામાં આવશે. તેમાં કોઈ છૂટછાટ આપવામાં નહીં આવે. તેની જવાબદારી જે તે કંપનીએ લેવાની રહેશે. જેમાં જે લોકો કંપનીની બસમાં માં આવે છે પરંતુ કંપનીની બસ સુધી દ્વિ ચક્રી વાહનમાં આવે છે અને જ્યાંથી બસમાં ચડે છે, તેમને હેલ્મેટ પહેરે તેની જવાબદારી કંપનીએ લેવાની રહેશે. જેમાં સ્ત્રી હોય કે પુરુષ, કાયમી કર્મચારી હોઈ કે કંપની કર્મચારી હોય બધા માટે નિયમ એક સરખો રહેશે.
ભરૂચ જિલ્લામાં જે અકસ્માતો થયા છે તેમાં મૃત્યુના અકળ જાણશો તો તમે આશ્ચર્યચકીત રહી જશો. તેમાં માથામાં થતી ઈજાનું પ્રમાણ ખુબ વધારે હોય છે. આપણી પાસે તેનાથી બચવા હેલ્મેટ ફરજીયાત પહેરવાનો કાયદો છે તો તેનો અમલ કરાવવો રહ્યો.
તેમણે ઉત્તર પ્રદેશના એક શહેરમાં પોલીસની સુચનાથી પેટ્રોલપંપ એસોસીએશન તરફથી હેલ્મેટ પહેર્યું હશે તેવા દ્વિચક્રી વાહનને જ પેટ્રોલ આપવામાં આવશે તેવું નક્કી કર્યું તેના સારા પરિણામ આવ્યા. જે સફળ પુરવાર થયા.

ભરૂચ જિલ્લામાં ઇન્ડસ્ટ્રીઝનું પ્રમાણ વધારે છે. તેથી કંપનીઓમાં હેલ્મેટ ફરજીયાત થતા 40-50 ટકા લોકો પાસે હેલ્મેટ આવી જશે. જે કંપનીઓ હેલ્મેટના અમલ માટે સાથ ના અપાતી હોય તે જણાવવા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનોને અપીલ કરવામાં આવી છે.
31 માર્ચ પછી પોલીસ તરફથી કડક કાર્યવાહીનો અમલ કરવામાં આવશે,