Home / News / News-1171

આખરે પાણીની કેનાલમાં ઝેરી કેમિકલ ઠાલવનાર ઝડપાયા


Views: 98
  • Feb 19, 2025
  • Updated 10:51:22am IST
આખરે પાણીની કેનાલમાં ઝેરી કેમિકલ ઠાલવનાર ઝડપાયા
          તારીખ 14 મી ફેબ્રુઆરીએ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના બાકરોલ નજીક આવેલ પાણીની કેનાલમાં ઝેરી કેમિકલ ઠાલવી જતા પાણીનો કલર બદલાઈ ગયો હતો. તેમજ માછલી જેવા જીવચર તરફડીને મૃત્યુ પામ્યા હતા. તેને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો હતો.
         ઘટનાને પગલે ઉકાઈ જમણા કાંઠા નહેર વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર શિલ્પા ભાલાણીએ પાનોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેની ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી.
        પોલીસ દ્વારા અંકલેશ્વરથી સુરત વચ્ચે 100 થી વધુ સીસીટીવી કેમેરાની તાપસ હાથ ધરી. તેમાં શંકાસ્પદ ટેમ્પો નજરે પડ્યો હતો. પરંતુ ટેમ્પોનો નંબર દેખાતો ના હોવાથી  80 તેટલા શંકાસ્પદ વાહનોની પૂછપરછ આરંભી હતી. તેમજ અગાઉ આ રીતે કેમિકલ વેસ્ટ ગેરકાયદેસર નિકાલ કરવાના ગુનામાં સંડોવાયેલ  લોકોની પૂછપરછ કરી હતી.    આખરે પાણીની કેનાલમાં ઝેરી કેમિકલ ઠાલવનાર ઝડપાયા
       ટેકનીકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલીજન્સથી અલગ અલગ દૃષ્ટીકોણથી ઝીણવટભરી રીતે તપાસ હાથ ધરેલ.તપાસ દરમ્યાન ટેકનીકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલીજન્સથી બાતમી હકીકત આધારે કેમીકલ વેસ્ટ નિકાલ કરનાર (૧) કૃપેશકુમારS/O ગોરધનભાઈ પટેલ, (૨) ચિંતનકુમારS/O જગદીશભાઇ ચૌહાણ (3) વેદાંત S/O પ્રવિણ શાહ (૪)મોહમદ સમીઉદ્દીન S/O મોહમદ અકિલુદ્દીન શેખ(૫) લુકમાન અબ્દુલ્લા ઇદ્રીશીનાઓને આઇસર ટેમ્પો સાથેઝડપી પાડી તેઓની આ કેમીકલ વેસ્ટ ક્યાંથી ભરેલ અને કોના કહેવાથી કેનાલમાંનિકાલ કરેલ છે તેબાબતે ઉંડાણપુર્વક પુછપરછ કરતા કૃપેશકુમારગોરધનભાઇ પટેલએ કબુલાત કરેલ કે, હું તથા ચિંતનકુમાર ચૌહાણ તથા વેદાંત શાહ અંક્લેશ્વરજી.આઇ.ડી.સી.માં આવેલ ક્વોલીટી વેલ્યુ લેબ્સ પ્રા.લી (ક્યુ.વી.લેબ્સ પ્રા.લી) કંપનીમાંનોકરી કરીએ છીએ. તે દરમ્યાન અમને અબ્દુલ વહાબ મળેલ અને તેને અમને અમારી કંપનીમાં નીકળતુ કેમીકલ વેસ્ટ નિકાલ કરવા વાત કરેલ. ત્યાર બાદ આ અબ્દુલ વહાબ તથા સરવન શાહ સાથે મળી અમારી કંપનીમાંથી નીકળતુ કેમીકલ વેસ્ટ ભરવા માટે મોહમદ સમીઉદ્દીન S/O મોહમદ અકિલુદ્દીન શેખનાને આઇશર ટેમ્પો રજી.નંબર GJ-16-AV-8664 લઇને તા.૧૪/૦૨/૨૦૨૫ ના રોજ અમારી કંપનીમાંથી એક્વીએસ્ટ વેસ્ટ (જલીય કચરો) ૨૫ ડ્રમ કુલ ૫,૦૦૦ લીટર જેટલુ ભરીને તેઓ બાકરોલ ગામનીસીમમાં આવેલ નહેરમાં ઢોળી આવેલ અને ખાલી ડ્રમ લુકમાન અબ્દુલ્લા ઇદ્રીશીના ગોડાઉન પર સંતાડી આવેલ હોવાની કબુલાત કરતા આરોપીઓને અટક કરી આરોપીને નામદાર કોર્ટમાં રજુ દિન-૦૩ના પોલીસ કસ્ટડી રીમાન્ડ મેળવી આ ગુનામાં અન્ય કયા આરોપી સંડોવાયેલ તે બાબતે ઉંડાણપુર્વકનીતપાસ પાનોલી પોલીસ દ્વારા કરવામાં આવી રહેલ છે.
 
 
 
 
 
 
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity