તારીખ 8 અને 9 ફેબ્રુઆરીના રોજ અંકલેશ્વર એસ્ટેટના રહેણાંક વિસ્તારમાં આવેલ PEARL HOUSE ખાતે મિત્તલ પટેલના પેઈન્ટીંગ અને આર્ટનું એકઝીબ્યુશન રાખવામાં આવેલ છે. તેમાં તેમના વિવિધ પેઇન્ટ અને અલગ અલગ પ્રકારના આર્ટનો સંગ્રહ છે.
તેમને સ્કૂલ સમયથી જ પેઇન્ટીંગનો શોખ હતો. તેમના ચિત્ર શિક્ષકે તેમના રસ અને શોખને પારખીને તેમને આ દિશામાં આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતા. પરંતુ તે વખતે તે શક્ય બન્યું ન હતું. આજે તેમના સ્કુલના ચિત્ર શિક્ષક મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ એકઝીબ્યુશનમાં તેમના સ્કુલ સમયના પણ કેટલાક પેઈન્ટીંગ છે. બાળપણના પેઈન્ટીંગ હજુ સુધી સાચવી રાખ્યા તે જ બતાવે છે કે તેમને પેઈન્ટીંગમાં કેટલો ઊંડો રસ છે.
જો કે તેઓ ગ્રેજ્યુએટ થયા પરંતુ પેઈન્ટીંગ પ્રત્યેનો તેમનો રસ જળવાઈ રહ્યો. લગ્ન પછી તેમના દિયરે તેમને આ દિશામાં આગળ વધવા પ્રોત્સાહિત કર્યા. તેમને તેમના નામ ઉપરથી ફર્મ નું નામ "અનન્ત્યમ" રાખ્યું છે.
છેલ્લા ત્રણ વર્ષથી તેમને તેમના શોખને વાચા આપી છે. તેઓ દરરોજ તેની પાછળ ત્રણ ચાર કલાકનો સમય આપી રહ્યા છે. ઉંડાણથી શોખ હોય તો સમય આપોઆપ નીકળી જ જાય છે.
અંકલેશ્વર નોટિફાઈડના શાકમાર્કેટની દીવાલ ઉપર જે જીવન ઉપયોગી માર્ગદર્શન આપતા પેઈન્ટીંગ દોર્યા છે તે તેમની ટીમ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. થોડા સમય પહેલા જેસલમેર ખાતે પણ સમગ્ર દેશમાંથી 50 જેટલા આર્ટીસ્ટો એકત્રીત થયા હતા, જેમના દ્વારા કલાત્મક પેઈન્ટીંગ કરવામાં આવ્યા હતા. તે ટીમના તેઓ સભ્ય હતા. તેમને પ્લાસ્ટિકના નકામા દાણામાંથી પણ કૃતિઓ બનાવીને વેસ્ટમાંથી બેસ્ટ બનાવ્યું છે.

તેમના આ કાર્યથી ઉભરતા કલાના કસબીઓને પ્રોત્સાહન મળશે. તેઓ તેમની આ પેઈન્ટીંગથી થનાર આવક ગરીબ બાળકો તેઓ આ ક્ષેત્રમાં આગળ વધવા માંગે છે તેમને પ્રત્સાહિત કરવાનો ધ્યેય રાખેલ છે.
એકઝીબ્યુશન નો સમય 10:00 થી 1:00 અને 4:00 થી 8:00 નો છે.
VENUE: PEARL HOUSE, LAPINOZ PLAZA LANE, NR. GADA CIRCLE, GIDC, ANKLESHWAR