તારીખ 4 થી ફેબ્રુઆરીએ વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં માસર-કણઝટ ખાતે આવેલ સ્ટર્લિંગ બાયોટેકની લોક પર્યાવરણ સુનાવણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ ગઈ.
આ લોક પર્યાવરણ સુનાવણી એસડીએમ રાજેશકુમાર ચૌહાણની અધ્યક્ષતામાં યોજાઈ ગઈ. જેનું સંચાલન ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના પ્રાદેશિક અધિકારી જે.એમ . મહીડાએ કર્યું હતું.
અસરગ્રસ્ત વિસ્તારના લોકોએ ખાસ કરીને પોતાના વિસ્તારના લોકોને નોકરીએ રાખવામાં આવે તે માટે રજુઆત કરી હતી. તેમજ પ્રદુષણ વધે નહીં તે માટે કાળજી રાખવા કંપનીને સૂચન કરાયું હતું.

કંપની એપીઆઈ, બલ્ક ડ્રગ અને ફાર્માનું ઉત્પાદન કરી રહી છે. કંપનીનો પ્લોટ વિસ્તાર 2998548.72ચોરસ મીટર છે. અત્યારે 450 જેટલા લોકોને રોજગારી મળે છે વિસ્તરણ પછી બીજા 200 લોકોને રોજગારી મળશે. પ્લાન્ટ વિસ્તરણ માટે 250 કરોડ રૂપિયાનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે.