પાનોલી ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વિન્ટર સ્પોર્ટ્સ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ક્રિકેટ ઉપરાંત બીજી 13 રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ક્રિકેટ ટુર્નામેન્ટમાં 98 ટીમોએ ભાગ લીધો હતો જેમાં રચના કન્સ્ટ્રકશન અને ઓમ સાંઈરામ ઇન્ડસ્ટ્રીઝ વચ્ચે ફાઇનલ રમાઈ હતી. જેમાં રચના કન્સ્ટ્રકશનની ટીમ વિજેતા બની હતી. જયારે સાંઈ રામ ઇન્ડસ્ટ્રીઝ રનર્સ અપ બની હતી. જયારે અન્ય રમતોમાં
ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ: પ્રથમ ક્રમે વિજેતા –પાલક ચરખાવાલા (ઇન્ડોના ઇન્ડસ્ટ્રીઝ), બીજા ક્રમે વિજેતા – પંકજ ભરવાડા (પીઈએ).
ચેસ ટુર્નામેન્ટ: પ્રથમ ક્રમે વિજેતા - પ્રશાંત જોશી ( હાઈકલ લિમિટેડ), બીજા ક્રમે વિજેતા - મિત્તલ પટેલ (ઘરડા કેમિકેલ્સ લિમિટેડ).
કેરમ બોર્ડ ટુર્નામેન્ટ: પ્રથમ ક્રમે વિજેતા - મયુર મહોર (જે.બી. કેમિકેલ્સ લિમિટેડ), બીજા ક્રમે વિજેતા - સંજય વારછીયા (જે.બી. કેમિકેલ્સ લિમિટેડ).
વોલીબોલ ટુર્નામેન્ટ: પ્રથમ ક્રમે વિજેતા - વર્લ્ડકેમ, બીજા ક્રમે વિજેતા - ઓમકારકેમિકેલ્સ ઇન્ડસ્ટ્રીઝ.
રેસ ટુર્નામેન્ટ: 200 મીટર પ્રથમ ક્રમે વિજેતા -ભાગીરથ ડાકી (પાનોલી ફાયર), બીજા ક્રમે વિજેતા - ઉત્તમ બારીયા (પાનોલી ફાયર).
રેસ ટુર્નામેન્ટ: 100 મીટર પ્રથમ ક્રમે વિજેતા -અમજત ખાન (મેગા ઇનોવેટિવ્સ ક્રોપ્સ ), બીજા ક્રમે વિજેતા - ભગીરથ ડાકી (પાનોલી ફાયર).
ટગ ઓફ વૉર :પ્રથમ ક્રમે વિજેતા - ઇન્ડોના ઇન્ડસ્ટ્રીઝ, બીજા ક્રમે વિજેતા - આર. એસ. પી. એલ.
શોટ પુટ :પ્રથમ ક્રમે વિજેતા - અજય વસાવા (લબ્ધીએગ્રો), બીજાક્રમેવિજેતા - પ્રશાંત (આર. એસ. પી. એલ.).
લોન્ગજમ્પ :પ્રથમક્રમેવિજેતા - અજયવસાવા (લબ્ધી એગ્રો), બીજા ક્રમે વિજેતા - ભાગીરથ ડાકી (પાનોલી ફાયર).
કબડ્ડી: પ્રથમક્રમેવિજેતા - પાનોલીફાયર-એ, બીજાક્રમેવિજેતા -પાનોલીફાયર-બી.
વેઈટલિફ્ટિંગ :પ્રથમ ક્રમે વિજેતા - મોલીશ (આર. એસ. પી. એલ.), બીજા ક્રમે વિજેતા - પ્રશાંત(આર. એસ. પી. એલ.).
જાવેલીન થ્રોન :પ્રથમ ક્રમે વિજેતા -અજય વસાવા (લબ્ધી કેમ એગ્રો), બીજા ક્રમે વિજેતા - અનિલ ગામિત (પાનોલીફાયર).
કેરમ બોર્ડ ટુર્નામેન્ટ વુમન્સ:મોહિશ મહાવીરજી (સલ્ફરમિલ્સલિમિટેડ), બીજા ક્રમે વિજેતા - સકીનાખાન (જે.બી. કેમિકેલ્સલિમિટેડ).

આ ટુર્નામેન્ટના આયોજનમાં સ્પોર્ટ્સ કમિટીના ચેરમેન મહંમદ ફીજીવાળાએ ખાસ રસ લીધો હતો. તેમને રમત ક્ષેત્રે અનન્ય લગાવ છે. પાનોલી ઇન્ડસ્ટ્રીઝ અસોસિએશનના પ્રમુખ બી.એ. પટેલે જણાવ્યું હતું કે તેઓ ખાસ બ્રિટનથી આ ટૂર્નામેન્ટ આયોજિત કરવા આવે છે અને અનન્ય રસ લે છે. જેને લઈને છેલ્લા 23 વર્ષથી સતત આ ટુર્નામેન્ટનું આયોજન થાય છે. અને ક્રિકેટમાં દર વર્ષે ટીમો વધતી જાય છે જે વધીને 98 સુધી પહોંચી છે. ખાસ તો ક્રિકેટ સિવાય બીજી 13 રમતોનું પણ આયોજન કરાયું હતું. જેમાં ખેલાડીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો તે બહુ મોટી વાત છે. આ ઉપરાંત સ્પોર્ટ્સ કમિટીના કો-ચેરમેન હેમંત પટેલ તેમજ બીજા કમિટીના સભ્યો ઇનામ વિતરણ વખતે હાજર રહ્યા હતા.