તારીખ 16 થી 19 જાન્યુઆરી 2025 દરમ્યાન અંકલેશ્વર એસ્ટેટમાં આવેલ ડી.એ. આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે પરમપૂજ્ય યોગઋષિ રામદેવજી મહારાજ તેમજ આર્યુવેદ શિરોમણી આચાર્ય બાલગુરુ મહારાજના પરમ શિષ્યા પૂજ્ય સાધ્વી દેવદિતીજીના માર્ગદર્શનમાં મહિલા પતંજલિ યોગ સમિતિ દ્વારા યોગ શિબિર તેમજ ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
તારીખ 16 મીએ મોટી સંખ્યામાં યોગમાં રસ ધરાવતા તેમજ વિવિધ સ્થાનો પાર ચાલતી યોગ ક્લાસના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ યોગ શિબિર નિઃશુલ્ક છે. તેમાં સવારે 5:30 થી 7:30 નો સમય છે. યોગ કરવા માટે મેટ કે પથ્થરનું લઈને આવી શકાય છે. ઘરઆંગણે આવેલ આ લાભ નો આનંદ લેવાનું ચૂકવા જેવું નથી.

આ કાર્યક્રમમાં લઘુ ઉદ્યોગ ભારતી-ભારતના ગુજરાત અને રાજસ્થાનના પ્રભારી બળદેવભાઈ પ્રજાપતિ, અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ અસોસિએશનના પ્રમુખ હિંમતભાઇ શેલાડિયા, અંકલેશ્વર નોટીફાઈડ એરિયા ચેરમેન અમુલખભાઇ પટેલ, નાથુભાઈ દોરિક તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા