ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, વિલાયત અને BDNP+ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમનું આયોજન રોટરી ક્લબ ખાતે કરવામાં આવ્યું જેમાં 6 અનાથ, 13 સિંગલ perants અને 51 જેટલા અન્ય જરૂરિયાત મંદ બાળકોને શિક્ષણ પ્રાપ્ત કરવા માટે આખું વર્ષ જરૂરિયાત પડતી તમામ શિક્ષણને લગતી વસ્તુઓ એક સ્કૂલ બેગ સહિત આપી તેઓ પોતાનું શિક્ષણ પૂર્ણ કરે તેવી સલાહ અને માર્ગદર્શન સાથે શુભેચ્છાઓ પાઠવવામાં આવી, કાર્યક્રમ નિમિતે ગ્રાસીમ ના HR head(advance material division) Sh. રેણુ માથુર, CSR વિભાગના , સતીષ ભૂવીર, હેમરાજ પટેલ, ખ્યાતિ ચૌહાણ, BDNP+ સંસ્થાના અધિકારી ગણ, Rotary club ના પ્રમુખશ્રી તેમજ આરોગ્ય વિભાગના સરકારી અધિકારીઓ દ્વારા બાળકોને શિક્ષણની સમજ અને મહત્વતા ત્થા સરકારી અન્ય યોજનાઓ વિષે ઊંડાણથી વીગતવાર સમજ આપવામાં આવી તેઓને શિક્ષણ પ્રત્યે ઉત્સાહ જગાડી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, આ તબક્કે ઉપસ્થિત વાલીઓ, BDNP+ ત્થા બાળકો દ્વારા ગ્રiસીમ કંપનીનો આ ઉત્કૃષ્ટ યોગદાન માટે હદય પૂર્વક આભાર માનવામાં આવ્યો હતો.