પાનોલી ઇન્ડસ્ટ્રીઝ અસોસિએશનના વર્ષ 2024-25 ના પ્રમુખ તરીકે બી. એસ . પટેલની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. બી. એસ . પટેલ છેલ્લા 25 વર્ષથી પ્રમુખ તરીકેનો કાર્યભાર સાંભળે છે.
વર્ષ 2024-25 માટે જે નવી કમિટી બનાવવામાં આવી છે તેમાં વાઇસ પ્રેસિડન્ટ તેમજ સ્પોર્ટ્સ, ફાયર અને રેસ્કયુ કમિટીના ચેરમેન તરીકે મેહબૂબ ફિજીવાળા, વાઇસ પ્રેસિડન્ટ તેમજ જીઆઇડીસી,નોટીફાઈડ અને વોટર સપ્લાય કમિટીના ચેરમેન તરીકે ચંપકલાલ રાવલ, સેક્રેટરી તરીકે કિરણસિંહ પરમાર, જોઈન્ટ સેક્રેટરી તરીકે ભારત પટેલ અને રાજુ મોદી તેમજ ટ્રેઝરર તરીકે અતુલ બાવરીયા ની વરણી કરવામાં આવી છે.
આ ઉપરાંત વિવિધ કમિટીઓ બનાવવામાં આવી છે જેમાં ટીએસડીએફ કમિટીના એડવાઈઝર અને કન્વીનર તરીકે પંકજ ભરવાડા, પર્યાવરણ સુરક્ષા સેલના ચેરમેન તરીકે હરેશ પટેલ, ડીજીવીસીએલ કમિટીના ચેરમેન તરીકે બિપિન પટેલ, બિસનેસ પ્રમોશન સેલ ઓડિટોરિયમ અને કો-કન્વીનર ટીએસડીએફ કમિટીના ચેરમેન તરીકે શશીકાંત પટેલ, સીએસઆર કમિટી અને ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટ કમિટીના ચેરમેન તરીકે ભરત કોઠારી, પબ્લીક રિલેશન સેલના ચેરમેન તરીકે વિક્રમસિંહ મહીડા, સિક્યુરિટી કમિટીના ચેરમેન તરીકે અનિલ શર્મા, ફેક્ટરી એક્ટ અને લેબર લૉ કમિટીના ચેરમેન તરીકે વિક્રમ પટેલ, પ્લાન્ટેશન કમિટીના ચેરમેન અને જીઆઇડીસી,નોટીફાઈડ અને વોટર સપ્લાય કમિટી કો-ચેરમેન તરીકે અશોક પટેલ, ટેલિફોન અને ગુજરાત ગેસ કમિટીના ચેરમેન તરીકે દિલીપભાઈ જીયાની, ડીઆઈસી કો-ઓર્ડિનેશન કમિટીના ચેરમેન અને ડીજીવીસીએલ કમિટીના કો-ચેરમેન તરીકે કિરણસિંહ રાજ ,ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન તરીકે પરેશ અસલોત, જીએસટી કમિટીના ચેરમેન તરીકે આશિશકુમાર નાયક, પર્યાવરણ સુરક્ષા સેલ અને ફાયર અને રેસ્ક્યુ કમિટીના કો-ચેરમેન તરીકે કરણ જોલી, બિસનેસ પ્રમોશન સેલના કો-ચેરમેન તરીકે નીરવ માળી અને પબ્લિક રિલેશન સેલના કો-ચેરમેન તરીકે વસ્તુપાલ શાહ તેમજ કો-ઓપ્ટ મેમ્બર તરીકે હેમંત પટેલ અને વિનોદ જોશીની વરણી કરવામાં આવી છે.
નવા વરાયેલા સભ્યોએ પાનોલી એસ્ટેટના પ્રશ્નોના નિરાકરણની તેમજ નવી સુવિધાઓ ઉભી કરવાની દિશામાં કાર્યવાહી કરવાની ખાત્રી આપી હતી.