અંકલેશ્વર એસ્ટેટમાં અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ અસોસિએશનની મેનેજીંગ કમિટીના સભ્યોની વર્ષ 2024-25 ની ચૂંટણી પ્રક્રિયા યોજાઈ ગઈ. જેમાં સહયોગ અને વિકાસ બંને પેનલોએ ઠેર ઠેર પ્રચારના બેનરો લગાવ્યા હતા. જૂનની 29 તારીખે ચૂંટણી થઇ હતી, પરિણામો પણ તે દિવસે જ આવી ગયા. ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં થઇ.
આ વખતની ચૂંટણીની ખાસિયત એ રહી કે ચૂંટણી પૂર્ણ થયાને બીજા દિવસે બન્ને પક્ષોએ સમગ્ર એસ્ટેટમાં લગાવેલ બેનરો ઉતારી લીધા. જે ખુબજ આવકારદાયક વાત છે. આ વર્ષે શરુ કરાયેલ આ કાર્યવાહીને પરંપરાના રૂપમાં અપનાવીને દર વર્ષે તેનું પુનરાવર્તન કરવામાં આવે તેવી લોકો અપેક્ષા સેવી રહ્યા છે. આનાથી એસ્ટેટનું વાતાવરણ ભાઈચારપૂર્ણ બની રહે છે.
અગાઉ એવું બનતું હતું કે એસ્ટેટમાં ચૂંટણી પ્રચારના બેનર લગાવવામાં આવતા. જેમાં ખાસ કરીને ઉમેદવારના ફોટા સાથેના નામ અને મત આપવા માટેની અપીલ હોતી. ચૂંટણી પૂર્ણ થયા પછી પણ મહિના સુધી બેનર ઉતારવામાં આવતા નહિ. ઘણી વખત બેનર પોતે ફાટી જઈને કંટાળીને સ્વયભૂ ઉતરી જતું. એસ્ટેટનું વાતાવરણમાં એક પ્રકારના વૈમનસ્ય વધારનારૂ બની રહેતું.
આ વખતે ચૂંટણીના બીજા જ દિવસે બેનર ઉતારી લેતા લોકોને આશ્ચર્ય સાથે સુખદ સંતોષ થયો છે. આ રીતે આગામી વર્ષોમાં કોઈ પણ પક્ષ જીતે કે હારે પણ ચૂંટણીના બીજા દિવસે બેનરો ઉતારી લેવામાં આવે તેવી પરમ્પરા ઉભી કરાવી જોઈએ. તેને કાયદાનું સ્વરૂપ આપવાની જરૂરિયાત જણાય તો તે પણ કરવું રહ્યું.
આમ તો બેનરો લાવવાથી નોટીફાઈડ ને અવાક જ થાય છે, તેમાં ક્યાં પક્ષે કેટલા બેનર લગાવ્યા અને કેટલા સમય માટે બેનર લગાવ્યા સામે કેટલા રૂપિયા ચૂકવ્યા તે જાહેર કરવું જોઈએ. જેથી પારદર્શકતા જળવાઈ રહે.