Home / News / News-1122

અંકલેશ્વરમાં ઠેર ઠેર વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ


Views: 246
  • Jun 23, 2024
  • Updated 06:14:11am IST
અંકલેશ્વરમાં   ઠેર ઠેર વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ
અંકલેશ્વર એસ્ટેટ અને અંકલેશ્વર શહેરમાં તેમજ હાંસોટમાં  ઠેરઠેર વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ખુબ મોટી સંખ્યામાં લોકોએ ઉમળકાભેર લાભ લીધો હતો. યોગ પ્રત્યે લોકોનો વધી રહેલ વિશ્વાસ અને ઉત્સાહનું આ પ્રતિક  છે.
અંકલેશ્વર એસ્ટેટમાં ગુજરાત યોગ બોર્ડ તરફથી કમલં ગાર્ડન ખાતે અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જયારે કમલં પાર્ટી પ્લોટ ખાતે પણ ઉજવણી કરવામાં આવી હતી. જયારે મહેસાણા જિલ્લા મિત્ર મંડળ દ્વારા 22 અને 23 જૂને યોગની વિશિષ્ટ શિબિર યોજીને તેની ઉજવણી કરવામાં આવી હતી.
કમલં ગાર્ડન ખાતે ગુજરાત યોગ બોર્ડની સાથે માહેશ્વરી મહિલા મંડળ, ડ્રિમ ચેરીટેબલ ટ્રસ્ટ, બ્રહ્માકુમારી સંસ્થા, ધ ઇન્ડિયન એસોસિએશન ઓફ ફિજીયોથેરાપીસ્ટ સંસ્થાઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમને સફળ બનાવવામાં સહયોગ કર્યો હતો. મુખ્ય મહેમાન તરીકે રાષ્ટીય સ્વયં સેવક સંઘના બળદેવભાઈ પ્રજાપતિ અને  અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ અસોસિએશનના પૂર્વ પ્રમુખ મહેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન  યોગ કોચ  અશોક ઓઝાએ કર્યું હતું.અંકલેશ્વરમાં   ઠેર ઠેર વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ
હાંસોટ તાલુકાના કોટેશ્વર મંદિરના પ્રાંગણમાં શાંત અને કુદરતી વાતાવરણમાં  તાલુકા કક્ષાના વિશ્વ્ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં તાલુકાના કર્મચારીઓ, સ્કૂલના બાળકો અને ગ્રામજનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.  જેમાં યોગ ટ્રેનર સુનિલ પટેલે સંચાલન કર્યું હતું. 
 અંકલેશ્વર જીઆઈડીસીમાં વિવિધ જગ્યાએ ગુજરાત સરકાર દ્વારા નિઃશુલ્ક યોગ સેન્ટર કાર્યરત છે જેમાં કમલમ ગાર્ડન ખાતે સવારે અને સાંજે, સિનિયર સિટીજન સેન્ટર ખાતે સવારે અને સાંજે, ગણેશ પાર્ક, કોમન ઓપન પ્લોટ (COP) -4, એપલ  પ્લાઝા તેમજ ગાર્ડન સિટીમાં કાર્યરત છે. યોગ પ્રત્યે લોકોની જાગૃતિ સતત વધતી જય રહી છે. આવનાર સમયમાં એસ્ટેટના રહેણાંક વિસ્તારમાં હજુ અનેક જગ્યાએ યોગ સેન્ટર ખુલશે તે વાત નક્કી છે.  
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity