અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોશિએશનની વર્ષ 2024-25 ના મૅનેજિંગ કમિટીના સભ્યો માટેની ચૂંટણી 29 મી જૂને ચૂંટણી યોજાવાની છે. જેમાં ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે. હવેના દિવસો એસ્ટેટ માટે ચૂંટણીના રંગે રંગવાના હશે. ચૂંટણીનો જબરજસ્ત માહોલ ઉભો થશે. ગઈ વખતના ચૂંટણી પરિણામો આ વખતની ચૂંટણીને વધારે રોમાંચક બનાવી દેશે.
આ વખતે લાર્જ સ્કેલ અને મીડીયમ સ્કેલ બંનેના એક એક ઉમેદવાર બિન હરીફ થયા છે. જયારે જનરલ કેટેગરીમાં 8 સભ્યો માટે 16 ઉમેદવાર વચ્ચે મુકાબલો થનાર છે. જેમાં 8 સભ્યો સહકાર પેનલના અને 8 સભ્યો વિકાસ પેનલના છે.
જેમાં વિકાસ પેનલ તરફથી (1) ચંદુભાઈ અકબરી (કે.ડી. એન્ટરપ્રાઇઝ ) (2) દિનેશભાઇ ભૂત (બાલાજી મેટલ ) (3) વિમલકાન્ત જેઠવા (સેફ્રોન એક્ઝિમ ) (4) મિનેષ મેહતા (ધારા ઇલેકટ્રીકલ્સ ) (5) બાબુભાઇ પટેલ (અદ્વિત્ય ડાય કેમ ) (6) ભરત પટેલ (શિવ શક્તિ ક્લોરાઇડ એન્ડ કેમિકલ્સ ) (7) સંજય રોકડ (શ્રીજી એન્ટરપ્રાઇઝ ) (8) ચિંતન વેકરીયા (શ્યામ એન્ટરપ્રાઇઝ )
જયારે સહયોગ પેનલ તરફથી (1) ધર્મેશ ડોબરીયા (સુખા કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ (2) દિલીપ પંચાલ (ઑટોમેટ ઇન્ડસ્ટ્રીઝ) (3) દિપેન પટેલ (રોનક ટ્રેડલિંક પ્રાઇવેટ લિમિટેડ ) (4) જિતેન્દ્ર પટેલ (બોની કેમિકલ્સ ) (5) મેહૂલ પટેલ (રોકી કેમિકલ્સ ) (6) નટુભાઇ પટેલ (મહાદેવ ઇન્ડસ્ટ્રીઝ) (7) કે.એન. સિંઘ (ઇલેક્ટ્રો મેક મેઇન્ટેનન્સ સર્વિસીસ ) (8) દિલીપ ઠુમર (પ્રો એકટીવ ફાર્મા) ઉમેદવાર ચૂંટણીમાં ઉભા રહ્યા છે.
એક સભ્યએ 8 મત આપવાના હોય છે. તેમાં મતગણતરી દરમ્યાન જે પ્રથમ 8 ઉમેદવારોને વધારે વોટ મળ્યા હોય તેમને વિજેતા જાહેર કરવામાં આવે છે.
ગયા વર્ષે સહયોગ પેનલના 6 ઉમેદવાર અને વિકાસ પેનલના 2 ઉમેદવાર ચૂંટાયા હતા. વિકાસ પેનલના 2 ઉમેદવાર ચૂંટાતા આ વખતે ભારે રસાકસી થવાની સંભાવના છે.