Home / News / News-1118

અંકલેશ્વર એસ્ટેટમાં સરદાર ભવન ખાતે અંકલેશ્વર ખોડલધામ સમિતિ દ્વારા છઠ્ઠો લાપસી મહોત્સવ ઉજવાયો


Views: 326
  • Jun 02, 2024
  • Updated 04:45:44am IST
અંકલેશ્વર એસ્ટેટમાં સરદાર ભવન ખાતે  અંકલેશ્વર ખોડલધામ સમિતિ દ્વારા  છઠ્ઠો    લાપસી મહોત્સવ ઉજવાયો
તારીખ 1 લી  જૂને અંકલેશ્વર એસ્ટેટમાં આવેલ સરદાર ભવન ખાતે અંકલેશ્વર ખોડલધામ સમિતિ દ્વારા લાપસી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ કાર્યક્રમમાં દિવ્ય યજ્ઞ , મહાપ્રસાદી, રક્તદાન અને  લોક્ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.
લાપસી મહોત્સવ પ્રસંગે ખોડલધામ ટ્રસ્ટના ભરૂચ જીલ્લ્લાના ટ્રસ્ટી,  ઝોન કન્વીનર, જિલ્લા કન્વીનર, સહ કન્વીનર તથા ખોડલધામ વિદ્યાર્થી સમિતિના કન્વીનર, સહ કન્વીનર, જિલ્લાના તમામ તાલુકા કન્વીનરો, સહ કન્વીનરો ઉપસ્થિત રહ્યા હતા. ભક્તિ દ્વારા એકતાની શક્તિને પ્રસ્થાપિત કરનાર સંસ્થા ખોડલધામ ટ્રસ્ટ સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણનું કાર્ય કરે છે. ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં જિલ્લા અને તાલુકા સમિતિ, વિદ્યાર્થી સમિતિ, મહિલા સમિતિ બનાવી વિવિધ ધાર્મિક કાર્યો  તેમજ લોક સેવાના કાર્યો  કરવામાં આવે છે.
 લાપસી મહોત્સવ પ્રસંગે રાજકોટ ગેમ ઝોનના મૃતકોને બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલી  આપવામાં આવી હતી.  આ પ્રસંગે ખોડલધામ ટ્રસ્ટના ભરૂચ જિલ્લાના ટ્રસ્ટી ભુપતભાઇ રામોલીયા,  મનસુખભાઇ રાદડીયા  અને પંકજભાઈ ભૂવા  તેમજ જિલ્લા કન્વીનર જયશીલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે યોજાયેલ રક્તદાન શિબિરમાં 317 રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. અંકલેશ્વરની કુમારપાળ બેન્કે  સહયોગ આપ્યો હતો.
રાત્રે ભવ્ય ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ગાયન  કલાકાર માનસિંહ ગોહિલ, દેવાંગી પટેલ અને હાસ્ય કલાકાર મિલાન તળાવિયાએ શ્રોતાઓને ભક્તિરસ અને હાસ્યરસનું રસપાન કરાવ્યું હતું.
 કન્વીનર દેવેન સાવલીયાએ પોતાના વ્યક્તવ્યમાંઆ કાર્યક્રમને સફળ બનાવવા માટે ફાળો આપનાર સૌનો આભાર માન્યો હતો.  તેમણે  માહિતી આપતા અંકલેશ્વર એસ્ટેટમાં સરદાર ભવન ખાતે  અંકલેશ્વર ખોડલધામ સમિતિ દ્વારા  છઠ્ઠો    લાપસી મહોત્સવ ઉજવાયો
 જણાવ્યું  હતું કે કોરોના કાળને બાદ કરતા આ સતત છઠ્ઠો લાપસી મહોત્સવ છે.  આપણે ભારતના સૈન્યને સમર્પિત રક્તદાન શિબિર યોજી હતી. જેમાં 704 યુનિટ બ્લડ એકત્ર કરાયું હતું. આપણે  અત્યારસુધી  4 બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે.
કોરોનકાળ સમયે નાતજાતના ભેદભાવ વગર  નિઃશુલ્ક ટિફિન સેવા શરુ કરી હતી. જેમાં 10,000 ટિફિનનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેની ગુજરાત સરકાર તરફથી પણ નોંધ લેવામાં આવી હતી. આ કાર્યને સફળ બનાવવા માટે યુવાનોએ ભારે મહેનત કરી હતી. તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો. ગત વર્ષે  નર્મદા નદીમાં પૂર આવ્યું ત્યારે ફ્રૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ ગત વર્ષે ભવ્ય નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કાર્યક્રમને સફળ બનાવવામાં સહયોગ આપનાર સૌદાતા  અને કાર્યકરોનો આભાર માનવામાં આવ્યો હતો.
દરેક લાપસી મહોત્સવ પ્રસંગે નિઃશુલ્ક ભવનની જગ્યા  આપનાર સરદાર પટેલ સમાજ સેવા ટ્રસ્ટનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity