અંકલેશ્વર રહેણાંક વિસ્તારના પ્રશ્નોને વાચા આપવા માટે કાર્યરત અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન દ્વારા રહેણાંક વિસ્તારના ફાળવાયેલ તળાવનું કામકાજ ચાલુ કરવા માંગણી કરવામાં આવી હતી. આ માટે કમલમ ગાર્ડન ખાતે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. તેમને વાતને સમર્થન આપ્યું હતું. વહેલામાં વહેલી ટકે તળાવનું કામકાજ ચાલુ થાય તેવી માંગણી દોહરાવી હતી.
અંકલેશ્વર રહેણાંક વિસ્તારમાં ESIC હોસ્પિટલની સામે પ્લોટ નંબર 2 જે 125000 ચોરસ મીટર જગ્યા ધરાવે છે. તેમાં ખુબ સમય પહેલા તળાવ બનાવવાનું આયોજન છે. પરંતુ કોઈ અગમ્ય કારણોસર તળાવ બનતું નથી. તેથી લોકોમાં ભારે નારાજગી છે.
આને અનુસંધાને કમલમ ગાર્ડન ખાતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આગામી રવિવારે એટલે કે 14 મી એપ્રિલે કમલં પાર્કમાં મિટિંગ ની સાથે ભવ્ય રેલીનું આયોજન છે.
લોકોએ સંસદસભ્ય મનસુખભાઇ વસાવા સામે પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને તેઓ ચૂંટાયા પછી રહેણાંક વિસ્તારમાં ના આવતા હોવાની ફરિયાદ કરી હતી. રહેણાંક વિસ્તારના લોકો તેમને ખોબે ખોબે માટે આપે છે પરંતુ તેઓ કદી આ વિસ્તારમાં આવી પ્રજાના પ્રશ્નો જાણવા સમજવા કે ઉકેલવા પ્રયાસો કરતા નહી હોવાની ફરિયાદ કરી હતી. ધારાસભ્ય સામે પણ આ પ્રકારની નારાજગી વ્યક્ત કરી હતી.
અંકલેશ્વર હાઉસિંગ અસોસિએશનના પ્રમુખ અતુલ માંકડિયા એ જણાવ્યું હતું કે તળાવનું કામકાજ ચાલુ નહિ થાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને ઉપવાસ ઉપર ઉતરવામાં આવશે. આ વિસ્તારના લોકો વર્ષોથી મનસુખભાઈને ખોબે ખોબે વોટ આપીને જીતાડે છે, પરંતુ તેમને કદી આ વિસ્તારની મુલાકાત નથી લીધી. લોકોએ તેમને જોયા નથી.
આ વિસ્તારના ભૂગર્ભજળ દિવસે દિવસે ઊંડાજઈ રહ્યા છે. 2004માં મકાનના પાયા ખોદતાં પાણી આવતા હતા, આજે 500 ફૂટે પાણી થઇ ગયા છે, પાણીની કવોલિટી પણ બગાડી ગઈ છે, તેવે સમયે પાણીનો પ્રશ્ન વિકટ બની ગયો છે. ફ્લેટમાં નોટીફાઈડ દ્વારા પૂરતું પાણી આપવામાં આવતું નથી. લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.
આ પ્રસંગે અંકલેશ્વર હાઉસિંગ અસોસિએશનના મંત્રી રમેશ પટેલ, ઉપસ્થિત રહ્યા હતા. તેમને લોકોને એસોસીએસન દ્વારા થયેલ કાર્યોની માહિતી આપી હતી. આગામી રણનીતિ વિષની રૂપરેખા પણ આપી હતી.