ભરૂચ જિલ્લાના દહેજ PCPIR માં સાયખા ખાતે બોદલ કેમિકલે નાઇટ્રો બેન્ઝીનનું ઉત્પાદન કાર્ય શરુ કર્યું
- Apr 03, 2024
- Updated 09:37:50am IST
ગુજરાત સ્થિત ડાયઝ અને સ્પેશિયાલિટી કેમિકલ ફર્મ,
બોદલ કેમિકલ્સ લિમીટેડે માર્ચ 16, 2024
ના રોજ પેરા-નાઈટ્રોક્લોરોબેન્ઝીન (PNCB)
અને ઓર્થો-નાઈટ્રોક્લોરોબેન્ઝીન (ONCB)
નું ઉત્પાદન કાર્ય શરુ કર્યું છે.
29
ડિસેમ્બર, 2023
ના સાયખા એસ્ટેટમાં આવેલ તેના પ્લાન્ટમાં નાઇટ્રો બૅઝિનનું ઉત્પાદન શરુ કર્યું હતું. કંપનીએ તેના ઉત્પાદન એકમમાં મોનોક્લોરોબેન્ઝીન (MCB)
નું વ્યાપારી ઉત્પાદન શરૂ કર્યું હતું,
તેણે MCB
ડેરિવેટિવ્ઝનું ઉત્પાદન શરૂ કર્યું છે.
કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "
અમારા ધિરાણકર્તાઓએ 28
મી માર્ચ, 2024
ના રોજ સાઇટની મુલાકાત લીધી હતી અને ઉપર મુજબ વ્યાપારી ઉત્પાદન શરૂ કરવાની પુષ્ટિ કરી હતી."
કંપનીએ અગાઉ સાઇટ પર 63,000-tpa
ની કુલ ક્ષમતા સાથે બેન્ઝીન- ડેરિવેટીવ્સ ઉત્પાદનોના નવા પ્રોજેક્ટ્સ સ્થાપવાની જાહેરાત કરી હતી. મહત્તમ ક્ષમતાના ઉપયોગ પર,
આ પ્લાન્ટ્સમાં 320
કરોડ રૂપિયાના ટર્નઓવરની ક્ષમતા છે. જેની ઉપર 12-15%
માર્જિન ની તકો છે.