અંકલેશ્વર ખાતે અંકલેશ્વર એન્વાયરમેન્ટ પ્રિઝર્વેશન સોસાયટી દ્વારા તારીખ 9 અને 10 મા HSE સેમિનાર -2024 નું આયોજન કરાયું છે. સાથે સેફટી સેમિનારનું પણ આયોજન કરાયું છે. જેનો વિષય સેફટી -ટચ એન્ડ ફીલ ઓફ હ્યુમિનિટી રાખવામાં આવ્યો હતો. જેમાં જિલ્લાની ઇન્ડસ્ટ્રીઝના સેફટી અને પર્યાવરણ પ્રોફેશનલોએ મોટા પ્રમાણમાં ભાગ લીધો હતો. આ સાથે સેફટીના સાધનો અંગેનું વિશેષ પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા સમાહર્તા તુષાર સુમેરા, હંસદેવ આશ્રમના સ્વામી સૂર્યદેવજી ભરૂચ જિલ્લા DISH ના ડેપ્યુટી ડાયરેક્ટર ડી.કે. વસાવા, એ આઈ એ ના પ્રમુખ જશુ ચૌધરી, નોટીફાઈડ ચેરમેન હર્ષદ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમ એઈપીએસના ચેરમેન અતુલ બૂચ, સેક્રેટરી મનસુખ વેકરીયા અને ડી.પી.એમ .સી. ચીફ કો ઓર્ડીનેટર વિજય આશર ના વડપણ હેઠળ યોજવામાં આવ્યો હતો.
ડી.કે. વસાવાએ જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લામાં ફેક્ટરી એક્ટ મુજબ નોંધાયેલી 2500 જેટલી કંપનીઓ છે. તેમાં 90 ટાકા જેટલી કેમિકલ કંપનીઓ છે. છેલ્લા ચાર વર્ષનો જિલ્લામાં અકસ્માતનો રેસીઓ જોવામાં આવે તો ઘટાડા તરફી છે. તે તમારા સૌના સધિયારા પ્રયાસોનું પરિણામ છે. જે અકસ્માત થાય છે, તેમાં 90 ટાકા ગ્રાઉન્ડ લેવલ પર કામ કરનારા ભોગ બને છે.
તેમને ગ્રાઉન્ડ લેવલે થતી ભૂલોને નિવારવાની ઇચ્છાશક્તિ પ્રબળ કરવાની સલાહ આપી હતી. રૂટકોસ એનાલિસિસ કરી તેને નિવારવા પ્રયાસ કરવા જોઈએ. આપણને ખબર છે કે સિમેન્ટની એસી સીટો ઉપર ચડી કામ કરવાથી તે તૂટે છે અને પડી જવાથી અકસ્માત થાય છે. છતાં વારંવાર ભૂલ કરવામાં આવે છે અને અકસ્માત થાય છે.
જો કે સેફટી બાબતમાં પહેલા કરતા ઘણો સુધાર થયો છે, પરંતુ તે સુધાર પૂરતો નથી. કર્મચારી જે કામ કરે છે, તેમાં સેફટીની શું કાળજી રાખવી જોઈએ તેની સતત જાણકારી આપો અને ઊંડાણપૂર્વકની જાણકારી આપો. ત્યાંથી આપણે આશા રાખી શકીએ કે આપણે અકસ્માતોનું પ્રમાણ ઘટાડી શકીએ.
ગુજરાતમાં મોરબી જિલ્લામાં સૌથી વધારે મોસ્ટ એક્સિડન્ટ હેઝાર્ડ કંપનીઓ આવેલી છે. પરંતુ તેમાં મોટાભાગની એલપીજી સ્ટોરેજના લીધે છે. બીજા નંબરે ભરૂચ જિલ્લો આવે છે. જ્યાં કેમિકલ કંપનીઓ હોવાથી અકસ્માતની સંભાવના સૌથી વધુ હોય છે.
કલેક્ટરતુષાર સુમેરાએ AEPS દ્વારા સેમિનાર યોજવા બાદલ ધન્યવાદ આપ્યા હતા. ભરૂચ જિલ્લામાં 13 જેટલા ઇન્ડસ્ટ્રીઅલ એસ્ટેટ છે. મેં અહીં અકસ્માત જોયા છે. જયારે એક અકસ્માતમાં 5-7 જેટલા યુવાનો દાજ્યા હતા. તેમાં 90 ટકા દાઝેલ યુવાનની સાથે વાત કરી તેના દુઃખને આછું કરવાની લાચારી જોઈ ત્યારે ખુબ દુઃખ થયું. તેને વથારે કોઈ મદદ કરીને તેનું દુઃખ ઓછું કરી શકાય તેમ નોહ્તું. આ મનોદશા અસહ્ય હતી.
હું જયારે કંપનીમાં વિઝિટ પાર જાઉં ત્યારે મને સીધો પ્લાન્ટમાં લઇ જવાને બદલે સેફ્ટી માં પ્લાન્ટમાં શું કાળજી રાખવાની છે તે ભણાવીને પછી પ્લાન્ટમાં વિઝિટ કરાવે આ સિસ્ટમ જોઈ મને ખુબ આનંદ થયો. ભરૂચ જિલ્લાની કંપનીઓની સેફટી પ્રત્યેની જાગૃતિથી સંતોષ વ્યક્ત કર્યો હતો.
એક નાની ભૂલ કેવડું મોટી હોનારત સર્જી શકે તેનું સૌથી મોટું ઉદાહરણ ભોપાલ ગેસ દુર્ઘટના છે. એક કામદારે વાલ્વ ખોલી નિષ્કાળજી બતાવી તેની કિંમત 14000 જિંદગી આપીને ચૂકવવી પડી. આજે પણ લોકો કેન્સર અને બીજા રોગોથી તેને કારણે પીડાય છે. ઈન્ડસ્ટ્રીઝમાં સેફટી નું ખુબ મહત્વ છે. ભોપાલમાં યુનિઅન કાર્બાઇડ કંપની ના સ્થપાય તે માટે ભોપાલના મ્યુનિસિપાલિટી કમિશ્નર એમ.એન. બૂચે ભારે વિરોધ કર્યો. પરંતુ તેમની બદલી થતા કંપની સ્થપાઈ.
વાઇબ્રન્ટ ગુજરાતમાં ભરૂચ જિલ્લામાં 67000 કરોડના MOU થયા. એટલે વધારેમાં વધારે કંપનીઓ આવવાની છે. સેફ્ટી પ્રત્યે વધારેમાં વધારે જાગૃત થવાની જરૂર છે.
આ પ્રસંગે સેફટીમાં સારો દેખાવ કરનાર સ્મોલ સ્કેલ અને બીગ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝને AEPS સેફ્ટી એક્સલન્સ એવોર્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આગામી દિવસોમાં સેફટીમાં સારું કાર્ય કરનાર કર્મચારીઓને પણ ઇનામ આપી પ્રોત્સાહિત કરવાનું આયોજન હોવાનું જણાવ્યું હતું.
DPMC ને 28 વર્ષ સુધી લાંબી સેવા આપનાર અને હજુ પણ સેવામાં તત્પર રહેનાર મનોજ કોટડીયાનું પ્રશસ્તિપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.
AEPS ના વાઇસ ચેરમેન કે. શ્રીવત્સને આભારવિધિ કરી હતી.