લઘુ ઉદ્યોગ ભારતી - ભરૂચનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાઈ ગયો.
- Feb 02, 2024
- Updated 01:20:29pm IST
તારીખ 31 મી જાન્યુઆરીએ અંકલેશ્વર એસ્ટેટમાં આવેલ એ .આઈ.એ. કોમ્યુનિટી હોલ ખાતે લઘુ ઉદ્યોગ ભારતી ભરૂચનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાઈ ગયો. જેમાં મોટી સંખ્યામાં ભરૂચ જિલ્લાના અને બીજા જિલ્લાનાઉદ્યોગકારોએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં ZED સર્ટિફિકેશન અને MSME માટેની ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ ( GeM ) વિશેવિષય નિષ્ણાતોએ માહિતી આપી હતી. કાર્યક્રમના અંતભાગમાં પ્રખર વક્તા જયભાઈ વસાવડાએ ઇન્ડસ્ટ્રીઝને અનુલક્ષીને પ્રેરણાદાયક વ્યક્તવ્ય આપ્યું હતું અને શ્રોતાઓના દિલ જીતી લીધા હતા.
લઘુ ઉધોગ ભારતીનાપૂર્વ રાષ્ટ્રિય અધ્યક્ષઅને ગુજરાત અને રાજસ્થાનના પ્રભારી બળદેવભાઈ પ્રજાપતિએ પોતાના વ્યક્તવ્યમાં જણાવ્યું હતું કે સંસ્થાની શરૂઆત ૨૫ એપ્રિલ ૧૯૯૪ ના રોજ થઈ હતી. અત્યારે દેશના દરેક રાજ્યમાં તે પથરાયેલી છે. સરકારના ૩૨ જેટલા ડિપાર્ટમેન્ટમાં ૭૨ જેટલા સભ્યો બોર્ડ ઓફ ડાયરેક્ટર, બોર્ડ ઓફ મેનેજમેન્ટ જેવા પદ પર છે. તેમણે માહિતી આપતા જણાવ્યું હતું કે ૧૫ દિવસ પહેલા જ તેમની EPFO માં સેન્ટ્રલ બેંક ઓફ ટ્રસ્ટીમાં નિમણુક થઈ છે. જેમાં ૪૨ જેટલા સભ્યો છે. જેમાં મોટાભાગના સભ્યો સરકારના છે. ૧૫ જેટલા સરકાર સિવાયના છે.
તેમણે સંગઠન જેમ મોટું હશે તેમ સરકારમાં રજૂઆત કરીને પ્રશ્નોનો ઉકેલ લાવી શકાશે તેમ જણાવ્યું હતું. તેમણે આત્મનિર્ભર ભારત અંતર્ગત કેવા કર્યો થઈ રહ્યા છે તેની માહિતી આપી હતી.
ઉદ્યોગોમાં અને નાના નાના ગૃહ ઉદ્યોગોમાં મહિલાઓ આગળ આવે તે માટે સંસ્થા પ્રયાસો કરી રહી છે. મહિલા ઇકાઈ પણ ચાલી રહી છે. દેશમાં ૩૪ મહિલા ઇકાઈ છે. રાષ્ટ્રિય સ્વયં સેવક સંઘ ના ૧૦૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. તે પહેલાં દેશના દરેક ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટમાં કમસે કમ એક સભ્ય લઘુ ઉધોગ ભારતીનો હોવો જોઈએ તે ધ્યેય નક્કી કરવામાં આવ્યું છે.
અંકલેશ્વર ભરૂચ જિલ્લા લઘુ ઉદ્યોગ ભારતીના પ્રમુખ કમલેશ ગામી અને મંત્રી રમેશભાઈ ચોડવડીયાએ ફુલગુચ્છથી બળદેવભાઈ પ્રજાપતિનું સન્માન કર્યું હતું.
લઘુ ઉદ્યોગ ભારતી-ભારતના મંત્રી શ્યામસુંદર સલુજાએ માહિતી અપાતા જણાવ્યું હતું કે અત્યારે દેશના દરેક રાજ્યમાં તે પથરાયેલી છે. દેશના ૫૭૧ જિલ્લાઓમાં અને ૧૦૦૦ ઉપરાંત ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં તેની હાજરી છે. તેના ૪૮૦૦૦ ઉપરાંત આજીવન સભ્યો છે. આંદામાન ખાતે પણ સંસ્થાની નાની ઇકાઈ છે. ગુજરાતમાં આશરે 8500 જેટલા સભ્યો છે. તેમાં ભરૂચ જિલ્લાના 1200 જેટલા સભ્યો છે.
જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ભરૂચના જનરલ મેનેજર જે.બી. દવેએ પોતાના વ્યક્તવ્યમાં જણાવ્યું હતું કે લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ઉદ્યોગોના પ્રશ્નોની સચોટ રજૂઆત કરવામાં આવે છે, અને તેનો હકારાત્મક ઉકેલ આવે છે. તેનો હું સાક્ષી છું. સરકાર દ્વારા આત્મનિર્ભર થવા સાથે તેમણે સરકાર દ્વારા સ્થાનિક ઉધોગોને આંતરરાષ્ટ્રિય મંચ કઈ રીતે પૂરો પડવો તેના પ્રયાસો થઈ રહ્યા છે. દેશમાં છેલ્લા ૫-૭ વર્ષમાં FDI નું પ્રમાણ પણ વધ્યું છે. ગ્લોબલ માર્કેટમાં કવોલિટી નું ખૂબ મહત્વ છે. તેમાં ઝેડ સર્ટિફિકેટ જેવા ખૂબ ઉપયોગી સાબિત થાય છે. તે નિકાસ કરતા યુનિટો માટે તેમજ સ્મોલ સ્કેલ કંપનીઓ જે મોટી કંપનીઓને માલ આપે છે. જે વિશ્વાનિયતા ઉભી કરવા માટે ખૂબ ઉપયોગી છે.
રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની કંપનીઓ દ્વારા જે ખરીદી કરવામાં આવે છે. તેની ૪૦ ટકા ખરીદી ફરજિયાત એમએસએમઇ પાસેથી કરવી તેવો કાયદો છે. આ માટે Governmet E Market Place કરીને વેબસાઈટ બનાવવામાં આવી છે. તેમાં નોંધણી કરીને તેનો લાભ લઇ શકાય છે.
લઘુ ઉદ્યોગ ભારતીનાગુજરાત પ્રમુખ જયેશભાઇ પંડ્યાએ ગુજરાતમાં લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા ઉદ્યોગોના પ્રશ્નો ઉકેલવા ક્યાક્યા કર્યો થઇ રહ્યા છે. પ્રશ્નો ઉકેલવામાં કેવી સફળતા મળી છે તેની માહિતી આપી હતી.
આ કાર્યક્રમમાંજિલ્લાના વિવિધ એસ્ટેટની ઇકાઈના કાર્યરત કમિટીના સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા પ્રમુખ કમલેશભાઈ ગામી અને મહામંત્રી રમેશભાઈ ચોડવડિયા તેમજ તેમની ટીમ ખજાનચી વિશિતભાઈ પટેલ તેમજ ભરૂચ જીલ્લા કમિટી મેમ્બર્સ સાથે અંકલેશ્વર ઇકાઇ ના પ્રમુખ કિશોરભાઈ કાછડીયા, મહામંત્રી પિયુષભાઈ બુધ્ધદેવ. દહેજ ના પ્રમુખ મહેન્દ્રસિંહ રાણા મહામંત્રી દિપકભાઈ પટેલ. શાયખા ના પ્રમુખ હરેશભાઈ રંગાની, મહામંત્રી ડો.નિકુલભાઈ પટેલ . ઝઘડિયા ના પ્રમુખ દિપકભાઈ પટેલ મહામંત્રી રાજેશભાઈ પટેલ. પાનોલી ના પ્રમુખ આશિષભાઈ ગજેરા, મહામંત્રી હિતેશભાઈ કાકડિયા સાથે દરેક ઈકાઇ ના કમિટી મેમ્બર્સ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ મેમ્બર્સ ને એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું. અને કરેલ કાર્ય દર્શાવવામાં આવ્યા હતા.
લઘુ ઉદ્યોગ ભારતી-ભરૂચના મંત્રી રમેશભાઈ ચોડવડીયાએ કાર્યક્રમના અંતે આભારવિધિ કરી હતી. અંકલેશ્વર ઇકાઈના પ્રમુખ કિશોર કાછડીયા, મંત્રી પિયુષ બુદ્ધદેવ અને વિમલ જેઠવાએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.
આ કાર્યક્રમમાં બળદેવભાઈપ્રજાપતિ (અખિલભારતીયતત્કાલીનપ્રમુખ –ભારતતેમજ પ્રભારીગુજરાત - રાજસ્થાન) , શ્યામસુંદર સલુજા ( લઘુઉધોગભારતીમંત્રી - ભારત ), શ્રીજયેશભાઇ પંડયા (લઘુઉધોગભારતીપ્રમુખ - ગુજરાત), ઈશ્વરભાઈ સજ્જન( લઘુઉધોગભારતીમહામંત્રી - ગુજરાત ), શ્રીડી.કે.વસાવા (ડેપ્યુ.ડિરેક. DISH - ગુજરાત), જે.બી.દવે (જનરલમેનેજર, DIC - ભરૂચ), વિજયભાઈરાખોલીયા (GPCB RO - અંકલેશ્વર ), શ્રીકિશોરભાઈ વાઘમ્સી (GPCB RO - ભરૂચ), શ્રીજશુભાઈચૌધરી (પ્રુમખ, એ.આઈ.એ. - અંકલેશ્વર ), બી.એસ . પટેલ (પ્રમુખ પી.આઈ.એ), હર્ષદભાઈ પટેલ (ચેરમેન નોટીફાઈડ એરીયા - અંકલેશ્વર), અશોકભાઈ પંજવાની (પ્રુમખ, જે.આઈ.એ. - ઝઘડિયા), ડો.સુનિલભાઈભટ્ટ (પ્રુમખ, ડી.આઈ.એ. - દહેજ), સી.કે.જીયાણી (સિનિયરવાઈસપ્રેસિડેન્ટ, સાયખા), રમેશભાઈ ગબાણી- (પૂર્વ પ્રમુખ એ .આઈ.એ .) મંચ ઉપર ઉપસ્થિત રહ્યા હતા.