બળદેવભાઈ પ્રજાપતિએ માહિતી અપાતા જણાવ્યું હતું કે જયારે ઉદ્યોગોમાં અકસ્માત થાય ત્યારે ઉદ્યોગકારે ભાગવું પડતું હતું. પોલીસ ઉદ્યોગ માલિકને પકડતી હતી. 304-એ ની કલમ આપણે રાજસ્થાનમાં કઢાવી નંખાવી. તે નોટિફિકેશન લઈને ગુજરાતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને મળ્યા. તેમને હવે પોલીસ સીધી ઉદ્યોગકારને નહિ પકડે, પરંતુ ફેક્ટરી ઇન્સ્પેક્ટર રિપોર્ટ કરે તેને આધારે પછી પોલીસ કાર્યવાહી કરશે. આગામી સમયમાં આ બાબતનું નોટીફિકેશન આવશે.
ઉદ્યોગકારોના આ પ્રશ્ન બાબતે લઘુ ઉદ્યોગ ભારતીએ કેન્દ્ર અને રાજ્ય સરકારમાં અનેક વખત રજુઆત કરી હતી. તેનું આ પરિણામ છે. ઉદ્યોગોએ સરકારના આ નિર્ણયથી ખુશી વ્યક્ત કરી હતી. હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો હતો.