BDMA ને રાષ્ટ્રીય સ્તરે એવોર્ડ અને શ્રેષ્ઠ કામગીરી બદલ પ્રમુખ હરીશ જોષી ને સન્માનિત કરાયા : નવા પ્રમુખ દેવાંગ ઠાકોરે કાર્યભાર સંભાળ્યો.
- Nov 07, 2023
- Updated 04:50:04am IST
રાષ્ટ્રીય સ્તરે ખ્યાતિપ્રાપ્ત એવા ભરૂચ ડિસ્ટ્રીકટ મેનેજમેન્ટ એસોસિએશનની વાર્ષિક સાધારણ સભા રવિવારના રોજ યોજાઇ હતી. જેમાં છેલ્લા ત્રણ વર્ષથી કાર્યરત પ્રમુખ એવા શ્રી હરીશ જોશીનાં કાર્યકાળ દરમ્યાન BDMA એ નવી ઉંચાઈઓ હાંસલ કરી છે જે માટે તેમના નેતૃત્વ ને બિરદાવવામાં આવ્યું હતું. ત્રણ વર્ષ દરમ્યાન 125 કરતા વધુ ફોરમ મીટ, મેનેજમેન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, રાષ્ટ્રીય સ્તરે ઓલ ઇન્ડિયા મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા "મોસ્ટ ઇમ્પ્રુવડ મેનેજમેન્ટ એસોસિએશન" નો પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય એવોર્ડ જી 20 ના શેરપા અને ભૂતપૂર્વ નીતિ આયોગના અમિતાભ કાન્તના વરદહસ્તે BDMA પ્રમુખ શ્રી હરીશ જોશીને દિલ્હી ખાતે ગતવર્ષે ઓલ ઇન્ડિયા મેનેજમેન્ટ એશોશિયેશન નાં રાષ્ટ્રિય અધિવેશનમાં અર્પણ કરાયો હતો.
આ ઉપરાંત હ્યુમન રિસોર્સ , સીએસઆર અને વિમેન્સ કોનકલેવ તેમજ તાજેતરમાં યોજાયેલ નવમા નેશનલ મેનેજમેન્ટ કન્વેન્શન ૨૦૨૩ નું ભવ્ય આયોજન કરાયું હતું જેમાં દેશભરમાંથી ૩૨ જેટલા નામાંકીત ઉદ્યોગ જગતનાં આગેવાનો એ સંબોધન કર્યુ હતું. કોરોનાકાળ દરમ્યાન ઓનલાઈન વિવિધ કાર્યક્રમોની શ્રેણીઓ યોજી હતી અને આ તબક્કાનો માહિતીના આદાન-પ્રદાન અને જ્ઞાન વર્ધન માટે ઉપયોગ કર્યો હતો. મેનેજમેન્ટ એસોસિએશનના તમામ સભ્યોએ શ્રી હરીશ જોશી તેમજ તેમની આખી ટીમને પ્રશંશનીય કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા હતા.
BDMA નાં પ્રમુખ તરીકે ભરૂચના અગ્રણી અને શૈક્ષણિક સંસ્થાઓ , રોટરી ક્લબ અને અન્ય સ્વેચ્છિક સંસ્થાઓ સાથે સંકળાયેલ દેવાંગ ઠાકોરને નવનિયુક્ત પ્રમુખ તરીકે જાહેર કરાયા હતા. આ પ્રસંગે તેમની સાથે ઉપપ્રમુખ તરીકે શ્રી પ્રવીણ દાન ગઢવી અને શ્રી સુનિલ ભટ્ટ માનદ મંત્રી તરીકે એ કે સહાની સહમંત્રી તરીકે બી. ડી દલવાડી અને શ્રી રાઘવ પુરોહિત અને કારોબારી સભ્યો તરીકે ડો.મહેશ વશી, મંથન જોષી, પંકજ ભરવાડા, પરાગ શાહ, સૌરભ કાયસ્થ, સંજીવ વર્મા તેમજ ટ્રેઝરર તરીકે અર્પિતા શાહને નિયુકત કરાયા હતા. આગમી કાર્યક્રમો માં સભ્ય સંખ્યા વધારવા તેમજ ફાયનાન્સ અને વિમેન્સ અધિવેશન અને ૨૦ મી જાન્યુઆરી ના રોજ ભારતીય એરફોર્સ સંચાલિત. સૂર્યકિરણ એર શો નર્મદાના પટ માં યોજશે. આ વાર્ષિક સભા ને પૂર્વ પ્રમુખ અશોક પંજવાની અને સી. ઈ. ઓ ફોરમ નાં ચેરમેન હરેન્દ્રસિંહ ઠાકુરે સંબોધન કર્યું હતું. પ્રવીણદાન ગઢવી એ આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમ માં વિવિધ ઉદ્યોગ ગૃહો સાથે સંકળાયેલા કંપનીના અધ્યક્ષશ્રીઓ તેમજ ફોરમ ચેરમેન કો ચેરમેન અને સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
આગામી સમયમાં ફાયનાન્સ, વિમેન્સ અધિવેશn અને ભરૂચ ને આંગણે સૂર્યકિરણ એર શો પણ યોજશે