અંકલેશ્વરમાં વિક્રમ સારાભાઈ અંતરિક્ષ પ્રદર્શન તારીખ-૧૬ અને ૧૭ ઓક્ટોબર ૨૦૨૩ ના રોજ સ્વામી વિવેકાનંદ સ્કૂલ કેમ્પસ દીવા રોડ કેમ્પસ ખાતે કલેક્ટર શ્રી તુષાર સુમરા, ઉદ્યોગપતિ કે શ્રીવત્સ અને ISRO નાં VSSE ઇન્ચાર્જ શ્રી પરેશ સરવૈયા દ્વારા સોમવારે કર્યા હતા.
ISRO નાં 11 વૈજ્ઞાનિકો ઉપસ્થિત રહ્યા છે અને વિદ્યાર્થીઓને વિવિધ અંતરીક્ષ પરીક્ષણો અને વિવિધ ટેકનોલોજી અને ISRO નાં કાર્યક્રમો અંગે ની માહીતી આપી રહ્યાં છે અને તેમની સાથે સંવાદ પણ કરી રહ્યાં છે. વિક્રમ સારાભાઈ અંતરિક્ષ પ્રદર્શન (VSSE) અંકલેશ્વરમાં પ્રથમવાર વિક્રમ સારાભાઈ અંતરિક્ષ પ્રદર્શન તારીખ-૧૬ અને ૧૭ ઓક્ટોબર ૨૦૨૩ ના રોજ સ્વામી વિવેકાનંદ સ્કૂલ કેમ્પસ દીવા રોડ ખાતે આયોજિત કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનમાં ૪૪ શાળાઓના ૬૫૦૦ વિદ્યાર્થીઓ આ પ્રદર્શનનો લાભ લેશે. પ્રદર્શનના મુખ્ય આકર્ષણ માં ISRO નાં વૈજ્ઞાનિક સાથે વાર્તાલાપ, અંતરિક્ષ જ્ઞાન વિજ્ઞાન પ્રદર્શન ,અંતરીક્ષ મોબાઈલ વાનઅને રોકેટ લોન્ચિંગ પેડ નું નિદર્શન કર્યું છે.
આ પ્રદર્શન નો હેતુ, વિદ્યાર્થીમાં અંતરીક્ષ વિજ્ઞાન અને રુચિ ઊભી કરવી , ભારત દેશે આ ક્ષેત્રે કરેલી પ્રગતિ અંગે માહીતી થી નાગરિકો અને વિદ્યાર્થીઓ ને અવગત કરાવવાનો છે. અંકલેશ્વરની તમામ શાળાઓના ધો. ૮ થી ૧૨ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમની શાળા થકી જોડાઈ શકશે.
અંકલેશ્વર શહેરમાં ૪૩ વર્ષથી કાર્યરત એવી અંકલેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટ તથા ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન અને ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન કચેરીના સંયુક્ત ઉપક્રમે આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.
જિલ્લા કલેકટર તુષાર સુમેરા એ જણાવ્યું કે અંકલેશ્વરનાં વિધાર્થીઓ માટે એક અનેરી તક છે કે તેઓ અંતરીક્ષ વિજ્ઞાન ને સમજી શકે અને પોતાની કારકિર્દી ઘડી શકે તેમણે આ સુંદર આયોજન માટે સ્વામી વિવેકાનંદ સ્કુલ્સ ને તથા BDMA ને અભિનંદન આપ્યા હતા. આ પ્રસંગે જાણીતા ઉદ્યોગપતિ કે. શ્રીવત્સ, ભરૂચ સીટીઝન કાઉન્સિલ ના પ્રમૂખ જીવરાજ પટેલ, અંકલેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટ ના પ્રમુખ ભુપેન્દ્રભાઈ શ્રોફ, મંત્રી ડો.પંચાલ , નગરપાલિકાના માજી શિક્ષણ સમિતિ અધ્યક્ષ કિંજલબેન, ડો. ઐલેશ વૈદ્ય, લતાબેન શ્રોફ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.