તારીખ 10 મી ઓક્ટોબરે વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના વાઘોડિયા જીઆઇડીસી ખાતે હિન્દાલકો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના નવા સ્થપાનાર પ્લાન્ટ માટેની લોક પર્યાવરણ સુનાવણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ ગઈ.
કંપની આ પ્લાન્ટમાં કોપર ટ્યૂબ , કોપર રોડ, કોપર અલોય સળિયા, કોપર વાયર અને કોપર અલોય વાયરનું ઉત્પાદન કરનાર છે. હિન્ડાલ્કોએ મુખ્યત્વે એર કન્ડિશનિંગ અને રેફ્રિજરેશનના ઉદ્યોગ માટે કોપર ટુબનું ઉત્પાદન કરવા માટે નવી ગ્રીન ફિલ્ડ સુવિધા બનાવી છે. પ્રોજેક્ટનો કુલ ખર્ચ 1115 કરોડ રૂપિયા અંદાજવામાં આવ્યો છે. પ્રોજેક્ટ કાર્યરત થતા કુલ 500 માણસોને રોજગારી મળવાની સંભાવના છે.
આ લોક પર્યાવણ સુનાવણી લોકોએ મુખ્યત્વે સ્થાનિકોને રોજગારી મળે તે માટે રજુઆત કરી હતી. તેનો કંપનીએ હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો. મોટાભાગે પ્લાન્ટ અહીં સ્થપાય અને સ્થાનિકોને રોજગારી મળે તે બાબતમાં ખુશી વ્યક્ત કરી હતી. સાથે સાથે કંપની પર્યાવરણના નિયમોનું પાલન કરે તેવી સલાહ પણ આપવામાં આવી હતી. લોક પર્યાવરણ સુનાવણીમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મહિલાઓની હાજરી પણ મોટા પ્રમાણમાં હતી.