પાનોલી નજીક ચાચા હોટલ પાસેથી 9 મી સપ્ટેમ્બરે ભરૂચ એસ .ઓ.જી. દ્વારા શંકાસ્પદ હાલતમાં જે ટ્રક ઝડપી પાડવામાં આવી હતી. તે ટ્રકમાં શંકાસ્પદ કેમિકલ મળી આવતા ટ્રક અને મુદામાલ જપ્ત કરવામાં આવ્યા હતા. વધુ તપાસમાં આ 92 ડ્રમ કેમિકલ વેસ્ટ પ્રવાહી અંકલેશ્વરની સૂર્યા લાઈફ સાયન્સનું હોવાનું બહાર આવ્યું હતું. જેમાં કંપનીના એમડી, પ્લાન્ટ હેડ, ટ્રાન્સપોર્ટ મલિક અને ડ્રાઇવરની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
એસ.ઓ.જી. પોલીસ ટીમ અંકલેશ્વર જી.આઈ.ડી.સી વિસ્તારમાાં 9 મી સપ્ટેમ્બરે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી આધારે ટ્રકનંબર GJ19-X-1609 માાંથી માનવજીવન અને જીવશ્રુષ્ટિને નુકસાનકારક કેમીકલ વેસ્ટ/એસીડીક વેસ્ટ ભરી કોઈક જગ્યાએ ખાલી કરવા જનાર હોઇ જે ચાચા હોટલ પાસે થી પકડી પાડેલ. તપાસ દરમિયાન સદર ટ્રકમાાં ભરેલ કેમીકલ વેસ્ટ/એસેડીક હેઝાર્ડસ વેસ્ટ અંકલેશ્વર GIDC માાં આવેલ સૂર્યા લાઈફ સાયન્સ પ્રા.લિમિટેડ કંપનીમાંથી ભરેલ હોવાનું જણાઇ આવતા FSL તેમજ GPCB અધિકારી દ્વારા સેમ્પલ લેવડાવી ચકાસણી કરાવતા GPCB અધિકારીના પ્રાથમિક રિપોર્ટ મુજબ ટ્રકમાાં એસીડીક પ્રવાહી/ ગદાં પા ણી/હેઝાર્ડસ વેસ્ટ હોવાનું અને ટ્રકમાાં ભરેલ; બેરલમાાં રહેલ પ્રવાહી અને કંપનીના પ્લાન્ટ અને ટેન્કમાંથી લીધેલ સેમ્પલ સામ્ર્તા ધરાવતા હોવાનું જણાવેલ તેમજ વેસ્ટ નિકાલ બાબતે સંલગ્ન સંસ્થાની પરવાનગી ન મેળવી હોવાનું જણાતા સૂર્યા લાઈફ સાયન્સ પ્રા.લિમિટેડ ના મૅનેજિંગ ડિરેક્ટર સહિત ચાર આરોપીઓ વિરુદ્ધ SOG ભરૂચ દ્વારા પાનોલી પોલીસ સ્ટેશનમાં ઈ.પી.કો કલમ ૨૮૪,૩૩૬,૧૧૪ તથા પર્યાવરણ સરુક્ષાઅધિનિયમ ૧૯૮૬ની કલમ-૭,૮,૧૫ મુજબ ગુન્હો દાખલ કરાવવામાાં આવેલ છે.વધુતપાસ પો.ઇન્સ. SOG ભરૂચનાઓ ચલાવી રહલે છે.
આરોપી તરીકે (1) મેનેજીંગ ડાઈરેક્ટર અરૂણભાઈ જોષી રહે-૪૦૮૧૩, સિલ્વર પ્લાઝા સોસાયટી, જી.આઈ.ડી.સી.- અંકલેશ્વર જી.ભરૂચ (2) કંપનીના પ્લાન્ટ હેડ રમેશચંદ્ર અમરનાથ દુબે રહ-ેપ્લોટનંબર -૬૬ ન્યૂ કોલોની ,જી.આઈ.ડી.સી અંકલેશ્વર જી.ભરૂચ (3) ટ્રક ડ્રાઈવર નાગેન્દ્ર લખીચંદ યાદવ રહે-સુપ્રીમ કોમ્પ્લેક્સ પાર્કિંગ, તાપી હોટલ પાછળ, અંસાર માકેટ, તા.અંકલેશ્વર જી.ભરૂચ (4) આકાશ ટ્રાન્સપોર્ટના મલિક રહે-વાપી
પોલીસ તપાસમાં એવું જાણવા મળ્યું છે કે આ કામના આરોપી આકાશ ટ્રાન્સપોર્ટના માલિક રહે-વાપી સૂર્યા લાઇફ સાયન્સ પ્રા.લી કંપનીના મેનેજમેન્ટ સાથે મળી કંપનીમાંથી ઉત્પાદિત થતા કે થતા કે નિકળતા કેમિકલ વેસ્ટ/એસીડીક પ્રવાહી/હેઝાર્ડસ વેસ્ટના નિકાલ માટે ઉપરોક્ત કંપનીમાંથી ટ્રકમાાં બેરલમા ભરી ગેરકાયદેસર નિકાલ કરી કરી દેવાની મોડ્સ ઓપરેન્ડી ધરાવતા હતા.