સરદાર સરોવર નર્મદા ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડતા અંકલેશ્વરના નીચાણવાળા વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ ઉભી થઇ હતી. જેમાં ખાસ કરીને દિવા રોડ અને હાંસોટ રોડના વિસ્તારો અસરગ્રસ્ત થયા હતા.કેટલીક જગ્યાએ પ્રથમ માળથી પહોંચી શકાય તેટલા પાણી આવી ગયા હતા. આવી સ્થિતિમાં લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
ખાસ કરીને ખોરાક અને પાણીની ભારે તંગી ઉભી થઇ હતી. જેને ધ્યાનમાં રાખીને લઘુ ઉદ્યોગ ભરતી-ભરૂચ દ્વારા છેલ્લા બે દિવસથી અસરગ્રસ્ત વિસ્તારમાં ફૂડપેકેટ તૈયાર કરીને લોકોને આપીને સહાય કરી રહી છે. લઘુ ઉદ્યોગ ભરતી દ્વારા ભરૃચી નાકા, દિવા રોડ, હરિપુરા તેમજ માંડવા ખાતે ફૂડ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. લઘુ ઉદ્યોગ ભરતી અગાઉ પણ કુદરતી આફતો વખતે લોકોને મદદ કરવામાં હંમેશા અગ્રેસર રહી છે.