અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ દ્વારા પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિન ના પુનિત દિવસે 'સારસ્વત સન્માન સમારંભ' અને 'પ્રેરક પ્રોત્સાહન' વક્તવ્ય કાર્યક્રમનું ભવ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. આ ગર્વિત કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શિક્ષણ જગત ના ભીષ્મ પિતામહ ગણાતા રણછોડભાઈ શાહ મેનેજિંગ ટ્રસ્ટી, એમએટી સ્કુલ,ભરૂચ અતિથિ વિશેષ ઉદ્યોગપતિ નારણભાઈ નાવડીયા ચેરમેન, સંસ્કારદીપ ટ્રસ્ટ અંકલેશ્વર અને ફેનીબેન કાવિના મંત્રી , પ્રિયદર્શની એ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં ટ્રસ્ટના પ્રમુખ ભુપેન્દ્રભાઈ શાહ, ઉપપ્રમુખ હરીશભાઈ જોષી અને મંત્રી ડોક્ટર મહેન્દ્રભાઈ પંચાલ, આરીફ વજીફદાર, લતાબેન શ્રોફ સહિત ટ્રસ્ટ મંડળ સભ્ય અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
શિક્ષકનું સન્માન એટલે રાષ્ટ્રમાં સન્માન આ પાવન કાર્યક્રમ અંતર્ગત અંકલેશ્વરની સ્વામી વિવેકાનંદ અંગ્રેજી માધ્યમ શાળા, એસ.વી.ઈ.એમ. ગુજરાતી માધ્યમ સ્કુલ અને સ્વામી વિવેકાનંદ એકેડેમી ના 31 શિક્ષકો જેમણે આ સંસ્થામાં 25 વર્ષથી કે વધુ વર્ષો નિષ્ઠાપૂર્વક અવિરત કામગીરી કરી હતી. એવા સારસ્વત શિક્ષકોનું ઉત્સાહભેર પ્રશસ્તિપત્ર અને રોકડ પુરસ્કાર થકી સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમના મુખ્ય મહેમાન અને અતિથિ વિશેષ શિક્ષકશ્રીઓ પ્રેરક પ્રોત્સાહન વક્તવ્ય માં રણછોડભાઇ શાહે પોતે સ્વામી વિવેકાનંદ શાળા થી પોતાની કારકિર્દી ની શરૂઆત નાં દિવસો બે યાદ કર્યા હતા અને ફેનીબહેન જેવા નિષ્ઠાવાન શિક્ષકો સાથે કામ કરતા પરસ્પર નવું શીખવાનું મળ્યું જે આજે પણ ઉપયોગી બની રહ્યું છે .
એન કે નાવડિયા એ શિક્ષણ ક્ષેત્રે ભરૂચ જિલ્લા ને અગ્રેસર બનાવવા પર ભાર મૂક્યો હતો. ઔદ્યોગિક ક્ષેત્રે અગ્રેસર ભરૂચ જિલ્લો , શિક્ષણ ક્ષેત્રે રાજ્ય માં ખુબ પાછળ છે તે ચિંતા શિક્ષકો એ કરવી પડે એમ જણાવ્યું. આ સમગ્ર કાર્યક્રમમાં સેવક , સેવિકા ઓ સહિત નોન ટીચિંગ સાથે જોડાયેલું પણ સન્માન કરાયું હતું.