Home / News / News-1035

ઝગડીયા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની વાર્ષિક સામાન્ય સભા યોજાઈ ગઈ


Views: 474
  • Aug 26, 2023
  • Updated 11:27:16am IST
ઝગડીયા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની વાર્ષિક સામાન્ય સભા યોજાઈ ગઈ
      તારીખ 25 મી ઓગસ્ટે ઝગડીયા ઇન્ડસ્ટ્રીઝ અસોસિએશનના નવા બનેલ બિલ્ડિંગમાં ઝગડીયા  ઇન્ડસ્ટ્રીઝ અસોસિએશનની વાષિક સામાન્ય સભા યોજાઈ ગઈ. જેમાં વર્ષ દરમ્યાન થયેલ કાર્યો અને ભવિષ્યના આયોજનોની  રૂપરેખા આપવામાં આવી  હતી. આ સભામાં મોટી સંખ્યામાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
     ઝગડીયા  ઇન્ડસ્ટ્રીઝ અસોસિએશનના પ્રમુખ અશોક પંજવાણીએ  જણાવ્યું હતું કે ઝગડીયા  એસ્ટેટ માટે એનસીટીનો નવો ફાઇનલ એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કમીશનીંગ  થઇ ગયો છે. કાર્યરત  થઇ ગયો છે. પરંતુ તેને હેન્ડઓવર કરવામાં નથી આવ્યો. તેમને માહિતી આપી હતી કે  એસ્ટેટમાં નાના ઉદ્યોગકારો જેમની ક્ષમતા 50 કેએલડીથી ઓછી છે, તેમને ટેન્કરથી એફ્લુએન્ટ પહોંચાડવાની  કરવાની મંજૂરી આપવામાં આવશે. તેમને માહિતી આપી હતી કે ટૂંક સમયમાં સારા સમાચાર આવવાના છે. એફ્લુઅન્ટ માટે સી.ઓ.ડી. ની લિમિટ જે અત્યારે 250 છે, તે વધારીને 500 સી.ઓ.ડી.ની  કરવામાં આવનાર છે. સૌ પ્રથમ તે એનસીટીમાં અમલમાં આવશે. ત્યાર પછી ઈન્ડસ્ટ્રીઝને  પણ તેનો લાભ મળશે. તેમને માહિતી આપી હતી કે ટ્રીટેડ વોટરની  કંટીયાજાળ  જતી ઝગડીયાની અલગ લાઈન છે, તેમાં હાંસોટ બાજુ લાઈન લીકેજના પ્રશ્નો આવતા હતા, તેથી ત્યાં નવી લાઈન અને બૂસ્ટર  પંપીંગ સ્ટેશન  બનાવવામાં આવશે. આ માટે સરકાર આર્થિક સહયોગ કરનાર છે. ઝગડીયા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની વાર્ષિક સામાન્ય સભા યોજાઈ ગઈ
     એસ્ટેટના રોડની બાબતમાં જણાવ્યું હતું કે મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી છે. તેમને ખાત્રી  આપી છે કે જેટલું બને તેટલુ  જલદી કામ શરુ થઇ જશે. એસ્ટેટના બીજા પ્રશ્નો વિષે પણ મુખ્યમંત્રીને રજુઆત કરાઈ હતી જેનો હકારાત્મક પ્રતિસાદ સાંપડ્યો હતો.
ડીપીએમસી માટે સબસીડી માટેની કાર્યવાહી ચાલી રહી છે. એસ્ટેટમાં  વર્કર હોસ્ટેલ બનાવવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. તેમાં જમીન નોટીફાઈડ અપાશે. મિનિમમ ચાર્જ પર  તે વર્કરોને ભાડે આપવામાં આવશે.
     એસ્ટેટમાં હોસ્પિટલ બનાવવા માટે જીઆઈડીસીએ 10000 ચોરસમીટર જમીન આપી છે. કોઈ કંપની તેને વિકસાવવામાં લીડરશીપ લે અને બીજી કંપનીઓ તેને સહયોગ આપે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.
     માનદ સેક્રેટરી સુનિલ શારદાએ નવા બનેલ બિલ્ડિંગમાં ઉપલબ્ધ સુવિધાઓ વિષે માહિતી આપી હતી. સભ્ય કંપનીઓ તેનો વધારેમાં વધારે લાભ લે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી.
ઉપપ્રમુખ રાજેશ નાહટાએ વર્ષ દરમ્યાન થયેલ આર્થિક  કાર્યોની માહિતી આપી હતી. સંજય મોદીએ એસ્ટેટમાં રોડના કર્યો વિષે માહિતી આપી હતી.
     નરેન્દ્ર ભટ્ટે વર્ષ દરમ્યાન થયેલ સીએસઆરના કર્યો વિષે  માહિતી આપી હતી. સીએસઆર  માટે  આવી સલાહ અપાઈ હતી કે એસ્ટેટમાં વિવિધ કંપનીઓ દ્વારા થતા સીએસઆરના કાર્યો  એસોસિએશનને સાથે રાખી કરવામાં આવે, જેથી ડુપ્લિકેશન ન થાય અને અસરકારક રીતે થાય .
એસ્ટેટમાં વધતી જતી પાણીની માંગને પહોંચી  વાળવા માટે 350  કરોડ રૂપિયાના ખર્ચે 120 એમએલડી પાણીના પ્રોજેક્ટ કાર્યરત કરવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે જેની જવાબદારી ટ્રેઝરર બી. એમ. પટેલ  સંભળાશે. 
 
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity
Jigar Publicity