ઝગડીયા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ અશોક પંજવાણીની આગેવાની નીચે એસોસિએશનના કમિટી સભ્યો અને ઉદ્યોગકારોનું પ્રતિનિધિ મંડળ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની મુલાકાત લીધી હતી.
ઝગડીયા એસ્ટેટના પ્રતિનિધિ મંડળ દ્વારા ઝગડીયા એસ્ટેટના વિવિધ પ્રશ્નોની મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રજુઆત કરી હતી. એસ્ટેટના બિસ્માર માર્ગ, સ્ટોર્મ વોટર, ડ્રેનેજ તેમજ જરૂરી પ્રાથમિક સુવિધાઓ વિષે રૂબરૂમાં રજુઆત કરી ધ્યાન દોરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો અને સબંધીત વિભાગોને તાકીદ કરી હતી. તેમજ તમામ પ્રશ્નોનું વહેલીતકે ઉકેલ લાવવા માટે હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો.
પ્રતિનિધિ મંડળે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની પણ મુલાકાત લીધી હતી. તેમની સાથે ઇન્ફ્રાસ્ટ્રચરને લગતી સમસ્યાઓ ઉપર ચર્ચા કરી હતી. તેમને પણ ઉદ્યોગોને લગતા તમામ પ્રશ્નોના ઉકેલની ખાતરી આપી હતી.
આ મુલાકાત વખતે ઝગડીયા ઇન્ડસ્ટ્રીઝ અસોસિએશનના પ્રમુખ અશોક પંજવાણીની સાથે સેક્રેટરી સુનિલ શારદા, ઉપપ્રમુખ રાજેશ નાહટા, ટ્રેઝરર બી.એમ . પટેલ, જોઈન્ટ સેક્રેટરી ઈશ્વર સજ્જન, નરેન્દ્ર ભટ્ટ તેમજ અન્ય કમિટી મેમ્બર ઉપસ્થિત રહ્યા હતા.