ભરૂચ જિલ્લા લઘુ ઉદ્યોગ ભારતીની જિલ્લા કક્ષાએ તેમજ વિવિધ એસ્ટેટની વર્ષ 2023-25 માટેની બોડી બનાવવામાં આવી છે. જેમાં ભરૂચ જિલ્લા, અંકલેશ્વર, પાનોલી, ઝઘડીયા , દહેજ, સાયખાનો સમાવેશ થાય છે.
જેમાં ભરૂચ જિલ્લા પ્રમુખ તરીકે કમલેશ ગામી (સુલેશ્વરી ફાર્મા), જનરલ સેક્રેટરી તરીકે રમેશભાઈ ચોડવાડીયા (પૃડેન્સ ફાર્મા કેમ), જોઈન્ટ જનરલ સેક્રેટરી દિલીપભાઈ પટેલ ( વાસુદેવ કેમિકલ ), નરેન્દ્રભાઈ પટેલ (કેમફેબ એન્જિનિયર્સ), વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નિલેશભાઈ પટેલ ( ત્રિમૂર્તિ ડાઇ કેમ ઇન્ડસ્ટ્રીઝ), કિરણભાઈ મોદી ( રિદ્ધિ ફાર્મા) તેમજ ટ્રેઝરર તરીકે વિશિતભાઈ પટેલ (કેનોપી એન્ટરપ્રાઇઝ)નો સમાવેશ કરવામાં આવ્યો છે.
જયારે અંકલેશ્વર ઈકાઈમાં પ્રમુખ તરીકે કિશોરભાઈ કાછડીયા ( એલેક્સ ઇન્ડસ્ટ્રીઝ), પ્રેસિડેન્ટ કિશોરભાઈ કાછડીયા એલેક્સ ઇન્ડસ્ટ્રીઝ, જનરલ સેક્રેટરી પિયુષભાઇ બુધ્ધદેવ (શ્રીજી ટેક્સઓ ફેબ), વાઇસ પ્રેસિડેન્ટ તરીકે અમિતભાઇ પટેલ (આબાદ કેમિકેલ્સ), ચેતનભાઈ પટેલ (હિતેશ કેમિકલ), જોઈન્ટ. સેક્રેટરી તરીકે મનીષભાઈ કેવડિયા (ગાયત્રી કેમસિન્થ પ્રાઇવેટ લિમિટેડ) અને નટુભાઈ પટેલ (શ્રી મહાકાળી ફાર્મા કેમ) તેમજ ટ્રેઝરર તરીકે રોહિતભાઈ ધોળકિયા (પ્યોર કેમ પ્રાઇવેટ લિમિટેડ) નો સમાવેશ કરવામાં આવ્યો છે.
પાનોલી ઈકાઈમાં પ્રમુખ તરીકે આશિષ ગજેરા (અવેન્શિયા મોલેક્યુલ્સ પ્રાઇવેટ લિમિટેડ), જનરલ સેક્રેટરી તરીકે હિતેષ કાકડિયા (બંસી ઇન્ડસ્ટ્રીઝ), વાઇસ પ્રેસિડેન્ટ સચિન પટેલ ( ગુજરાત અમાઈન્સ), પ્રજ્ઞેશ પટેલ (શ્રી રામદેવ ફાર્મા કેમ), ટ્રેઝરર નીતિનભાઈ બાન્ગોરીયા ( શિવાંશ ફાર્મા કેમ) તેમજ જોઈન્ટ સેક્રેટરી તરીકે પિંકલ પટેલ (યુનાઇટેડ ઇનોવેટિવ્સ) અને ડો. સુભાષ વાઘાણી (હાર્વિન લેબ્સ) નો સમાવેશ કરવામાં આવ્યો છે.
ઝઘડિયા ઈકાઈમાં પ્રમુખ તરીકે દીપક પટેલ (પાયલોટ ઇન્ડસ્ટ્રીઝ), જનરલ સેક્રેટરી તરીકે રાજેશ પટેલ (એન્જલ લાઈફ સાયન્સ), વાઇસ પ્રેસિડેન્ટ તરીકે અમિત પટેલ (વેલ બીઇંગ ફાર્મા), ટ્રેઝરર તરીકે ગૌરાંગ ગડીયા ( એકટીવ કેમિકલ્સ) જયારે જોઈન્ટ. સેક્રેટરી તરીકે રમેશ ભાઈ (પ્રહારિત પિગમેન્ટ્સ) અને નયન મેહતા ( વિશ્વા ઇન્ડસ્ટ્રીઝ) નો સમાવેશ કરવામાં આવ્યો છે.
દહેજ ઈકાઈમાં પ્રમુખ તરીકે મહેન્દ્ર સિંહ રાણા ( જાનવી કેમિકલ્સ), જનરલ સેક્રેટરી તરીકે દીપક પટેલ (પ્રજ્ઞા ડાઇ પ્રાઇવેટ લિમિટેડ), વાઇસ પ્રેસિડેન્ટ પરેશ ગુજ્જર (સનસાઈન ઇન્ડસ્ટ્રીઝ), વાઇસ પ્રેસિડેન્ટ તરીકે કે. કે. દલાલ (સહ્યાદ્રી રસાયણ) તેમજ ટ્રેઝરર તરીકે ધવલ લાઠીયા (વિન્ડસન્સ કેમિકલ્સ) નો સમાવેશ કરવામાં આવ્યો છે.
સાયખા ઈકાઈમાં પ્રમુખ તરીકે હરેશભાઇ પટેલ (આપીસ ફાર્મા કેમ), જનરલ સેક્રેટરી તરીકે નિકુલભાઈ પટેલ ( નિક્ષણ ફાર્મા), વાઇસ પ્રેસિડેન્ટ ભરતભાઈ વડસોલા (એ બી એસ એરોમેટિક્સ) તેમજ પ્રતિકભાઈ દેવાની (નર્મદા ઓર્ગનિક્સ) તેમજ ટ્રેઝરર સંતોષભાઈ મિશ્રા ( સ્કાય કેમો ફાર્મા) નો સમાવેશ કરવામાં આવ્યો છે.