અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા સી પમ્પીંગ સ્ટેશન ખાતે વિશેષ ટી.ઓ.સી મીટર લગાવી વરસાદના વહેતા પાણીની ગુણવત્તા પણ માપીને જીપીસીબી, નોટીફાઈડ અને એનસીટી ટીમ દ્વારા મોનીટંરીગ કરાશે. એન્વાયર્મેન્ટ લાયઝન એન્ડ મોનીટરીંગ કમિટી એ.આઈ.એ તમામ ઉદ્યોગ ગૃહોને સકર્યુલર મોકલી વરસાદી પાણી સાથે ઈન્ડસ્ટ્રીયલ ઈન્ફ્યુલન્ટ મિશ્રણ ના થાય તેની તકેદારી રાખવા તાકીદ કરાઈ છે. જે ઉદ્યોગો તેનો ભંગ કરશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ જાહેરાત કરી છે.
વરસાદની મૌસમમાં ઔદ્યોગિક વસાહતમાં કેટલાક બેજવાબદાર ઉદ્યોગકારો વરસાદી પાણીમાં કેમિકલ યુક્ત પાણી છોડી મૂકે છે છે. જેને લઇ પ્રદુષિત પાણી વરસાદી કાંસમાં ભરીને કોતરો વડે નદી-નાળાને દૂષિત કરી રહ્યું છે. તાજેતરમાં અમરાવતી નદીમાં થયેલા માછલાંના મોત બાદ ઊભા થયેલા પ્રશ્ને અંકલેશ્વર ઉદ્યોગ મંડળ હવે એક્શનમાં આવ્યું છે. એ.આઈ.એના એન્વાયર્મેન્ટ લાયઝન એન્ડ મોનીટરીંગ કમિટી દ્વારા એક સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં વરસાદી પાણી સાથે ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્યુલન્ટ ભળે નહીં તેની તકેદારી રાખવા તાકીદ કરાઈ છે. એટલું જ નહિ સી પમ્પીંગ સ્ટેશન ખાતે ટી.ઓ.સી મીટર લગાવી દેવામાં આવ્યા છે. જેને લઇ વરસાદના વહેતા પાણીની ગુણવત્તા માપી શકાય છે.
આના કેવા પરિણામ આવે છે, પ્રદુષણ નાથવામાં કેવી સફળતા મળે છે તેની ઉપર સૌની નજર રહેશે.